બોલિવૂડ સ્ટાર્સ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન થઈ ગયા છે. ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડનો ટેગ હટાવી હવે આ કપલ સાત જન્મનું કપલ બની ગયું છે. આ ભવ્ય લગ્નની સૌથી વધુ રાહ જોવાતી તસવીરોની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા જે હવે સામે આવી છે. આલિયાએ લગ્નની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ દ્વારા ફેન્સ સાથે શેર કરી છે.
લગ્નની વિધિ બાદ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ‘વાસ્તુ’ના ટેરેસ પર આવ્યા હતા. આ દરમિયાન બંને ફોટોશૂટ કરાવતા જોવા મળ્યા હતા. રણબીર આલિયાને લાંબા સમય સુધી ટેરેસ પર જોતો હતો, સ્થળની બહાર મીડિયા અને પાપારાઝીઓએ પણ તેની તસવીરો ક્લિક કરી હતી. આવી સ્થિતિમાં હવે લગ્ન બાદ રણબીર-આલિયાની આ પહેલી ઝલક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
આલિયા ભટ્ટ દુલ્હન તરીકે એટલી સુંદર દેખાઈ રહી છે કે તેની સાસુ નીતુ કપૂરે તેને જોઈને સૌથી પહેલા તેની નજર ઉતારી લીધી. સાસુ નીતુ કૂપર અને ભાભી રિદ્ધિમા કપૂર સાહનીએ લગ્નની એક રાત પહેલા જ મીડિયા સામે આલિયા ભટ્ટની સુંદરતા વિશે વાત કરી હતી. જ્યારે નીતુ કપૂરે લગ્નની તારીખ કન્ફર્મ કરી હતી, તો રિદ્ધિમાએ આલિયાને ઢીંગલી જેવી સુંદર ગણાવી હતી. આવી સ્થિતિમાં આલિયાનો લુક જોવા માટે દરેકની ઉત્તેજના અનેકગણી વધી ગઈ છે.