મિત્રો તમે બધા લોકો કિર્તીદાન ગઢવીને તો જાણતા જ હશો તે ગુજરાતના ખુબજ જાણીતા કલાકાર છે. તેમને આજે પોતાની કળાથી આજે આખા ગુજરાતને ગેલુ કર્યું છે. તેમના કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહે છે. તેમના પ્રોગ્રામમાં લોકો લાખો રૂપિયાનું દાન આપે છે.
ચપટી વગડાતા જ લોકો તેમની પર લાખો રૂપિયાનો વરસાદ કરી દે છે.તે દેશની સાથે સાથે વિદેશોમાં પણ પોતાના પ્રોગ્રામ કરતા હોય છે. તેમના પ્રોગ્રામનો એક સારો એવો કિસ્સો હાલ સોસીયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.
જેમાં કિર્તીદાન ગઢવીએ ચાલુ પ્રોગ્રામે એક યુવકને ૨,૦૦૦ રૂપિયા આપ્યા. આ જોઈને બધા જ લોકો ખુબજ આશ્ચર્યમાં આવી ગયા હતા. કિર્તીદાન ગઢવીનો પ્રોગ્રામ ચાલી રહ્યો હતો.
ચાલુ પ્રોગ્રામે એક યુવક મોજમાં આવી ગયો અને ઉભો થઇને નાચવા લાગ્યો. અને પિતાનું પાકીટ કાઢીને તેમાંથી ૨૦૦૦ હજારની ગુલાબી નોટ કાઢી અને કિર્તીદાન ગઢવીમાં માથે ચઢાવી આ જોઈને કિર્તીદાને ગઢવીએ પણ ચાલુ પ્રોગ્રામે પોતાના ખિસ્સામાંથી ૨ હજારની નોટ કાઢી અને તે યુવકના માથે ચઢાવીને તેને ભેટમાં આપી.
આ જોઈને ત્યાં હજાર બધા આજ લોકો ખુબજ ખુશ થઇ ગયા હતા અને બધા લોકોએ તેમને તાળીઓથી વધાવી દીધા હતા. કિર્તીદાન ગઢવી પોતાના ચાહકોને એટલું જ માન આપે છે કે જેટલું માન તેમના ચાહકો આપે છે. તેમને આ ઘટના પરથી તે સાબિત કરી દીધું.