મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં ગુજરાતી સંગીત ની લોક પ્રિયતા આખા વિશ્વ માં જોવા મળે છે. લોકોને ગુજરાતી ભજન, ગીત, ભવાઈ વગેરે ઘણા પસંદ આવે છે. આપણે સૌ જાણીએ છિએ કે વિશ્વભરના લોકો દ્વારા ગુજરાતી સંગીત અને ગુજરાતી સંગીતકાર ને ઘણો પ્રેમ મળે છે તેવામાં જાણે હાલમાં ગુજરાતી સંગીત જગત વેકેશન પર હોઈ તેમ એક પછી એક અનેક ગુજરાતી સિંગર ફરવા માટે ગયા છે.
આપણે સૌ જાણીએ છિએ કે થોડા સમય પહેલા જ કિંજલ દવે ભાવી પતિ પવન જોશી અને લોકપ્રિય સંગીતકાર ઉર્વશી રડયા સાથે દુબઈ પ્રવાસે ગયા હતા. જે બાદ હાલમાં જ લગ્ન કરેલ અલ્પા પટેલ પણ ભરથાર ઉદય ગજેરા સાથે હનીમુન માનવા માણવા માટે અંદોમાન નિકોબાર ટાપુઓ પર ગયા હતા.
આ ઉપરાંત કચ્છી કોયલ એટલે કે ગીતા બેન રબારી પતિ પૃથ્વી રબારી સાથે અમેરિકા પ્રવશે ગયા અને ત્યાંથી તેમના ભવ્ય લોક ડાયરાની અનેક તસ્વીરો સામે આવી જે બાદ હાલમાં દુબઈ થી પરત આવી કિંજલ દવે પણ કાર્યક્રમ ને કારણે અમેરિકા ની યાત્રા પર છે આ બધા વચ્ચે લોકપ્રિય સંગીતકાર ગમન સાંથલ એટલે કે ભુવાજી પણ દુબઈ પરિવાર સાથે ફરવા માટે ગયા હતા. આ તમામ લોકોની તસ્વીરો હાલમાં સોસ્યલ મીડયા પર ઘણી વાયરલ થઇ રહી છે.
આ બધા વચ્ચે હાલમાં ફરી એક વખત આંક વધુ ગુજરાતી સંગીતકાર વિદેશ ગયા હોવાનું જાણવા મળ્યું છે જેમની તસવીરો હાલમાં સોશ્યલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે આપણે અહીં બનાસકાંઠા ના દિવ્યા ચૌધરી વિશે વાત કરવાની છે કે જેઓ પણ હાલમાં અમેરિકા પહોંચ્યા છે.
આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે તેવામાં આ ખાસ સમયે એક કાર્યક્રમ ને લઈને દિવ્યા ચૌધરી અમેરિકા પહોંચ્યા છે જેની અનેક તસ્વીર વાયરલ થઈ રહી છે ખાસ તો લોકો દ્વારા દિવ્યા ચૌધરી ના એરપોર્ટ લુક ના ઘણા વખાણ થઈ રહ્યા છે કે જ્યાં દિવ્યા ચૌધરી ગુલાબી જેગિસ અને ક્રીમ ટીશર્ટ માં જોવા મળ્યા હતા.
આ સમયે એક હાથમાં ટ્રાવેલ્સ બેગ જ્યારે બીજા હાથમાં પર્શ લઈને તેમણે જે પોઝ આપ્યા તે લોકો જોતાં રહી ગયા જણાવી દઈએ કે કિંજલ દવે અને ગીતા રબારી ની જેમ દિવ્યા ચૌધરી પણ ઘણી મોટી લોક ચાહના ધરાવે છે. સોશ્યલ મીડિયા પર દિવ્યા ચૌધરી અનેક ફેન્સ છે જેની સાથે દિવ્યા ચૌધરી અવાર નવાર ફોટા અને વિડીયો સેર કરતા રહે છે.
હાલમાં દિવ્યા ચૌધરી નવરાત્રી ના કાર્યક્રમ નિમિતે ગીતા રબારી અને કિંજલ દવે સાથે અમેરિકા માં છે કે જ્યાં તેઓ સુરોનિ રમઝટ બોલાવી ત્યાં વસતા ગુજરાતી ઓ ને નચાવી રહ્યા છે. આ કાર્યક્રમ નો એવા વિડીયો પણ સોશ્યલ મીડિયા પર ઘાનો વાયરલ થઈ રહ્યો છે જેને લોકો ઘણા પસંદ કરી રહ્યા છે.