ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા પાસે આટલા રૂપિયા હોવા છતાં પણ, આજે પણ સાધારણ જીવન…

ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા પાસે આટલા રૂપિયા હોવા છતાં પણ, આજે પણ સાધારણ જીવન…

ગુજરાતની રંગભૂમિમાં અનેક અભિનેતા અને કલાકારો છે એમાં ભાગ્યે જ કોઈ એવા કલાકાર હોય જેઓ ખૂબ જ લોકપ્રિય હોવા છતાં પણ ખૂબ સામાન્ય જીવન જીવી રહ્યા છે. આ વાત સામાન્ય તો નથી લોકપ્રિયતા મેળવી એ સૌથી મોટી વાત છે. કલા તો દરેક વ્યક્તિ પાસે હોય છે પણ કોઈનું દિલ જીતવું સહેલું નથી. ત્યારે આજે આપણે ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા વિશે વાત કરવાના છેએ.

ધીરુભાઈ સરવૈયાને તો બધા જ ઓળખે છે. પરંતુ તેમના અંગત જીવન વિશે ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે. ત્યારે આજે આપણે ધીરુભાઈ સરવૈયાની કેટલીક અંગત જીવનની વાતો વિશે જાણશું. તમને જાણીને નવાઈ લાગશે કે, ધીરુભાઈ હાસ્ય કાર્યક્રમ ઉપરાંત ગામડે ખેતી પણ કરે છે. ધીરુભાઈના પરિવારમાં પિતા, પત્ની, પરણિત પુત્ર દિલીપ અને પુત્રી પણ છે.

ધીરુભાઈ નાના એવા ખીરસરા ગામમાં ગામડાની જીવનશૈલીમાં જીવે છે. ધીરુભાઈનો સંપૂર્ણ પરિવાર ખીરસરા ગામમાં રહે છે. ધીરુભાઈનો પરિવાર ખીરસરા ગામમાં 3BHKના ઘરમાં રહે છે. ચાર કિલોમીટરના અંતરે ધીરુભાઈનુ ફાર્મ આવેલું છે. ત્યાં પણ તેઓએ પાકું મકાન બનાવ્યું છે. તેઓ કાર્યક્રમ ઉપરાંતના સમયમાં પોતાના નાના ટેકટર દ્વારા પોતાના ફાર્મમાં ખેતી પણ કરે છે.

ધીરુભાઈએ ખીરસરા ગામની પ્રાથમિક શાળામાં 4 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. અને વારસામાં મળેલા સંગીતના લીધે ધીરુભાઈ નાનપણથી દુહા-છંદ અને ભજન ગાતા. સમય જતાં તેઓ હાસ્ય કલાકાર બન્યા. આજે આપણે સૌ ધીરુભાઈને હાસ્ય કલાકાર તરીકે ઓળખીએ છીએ પરંતુ શરૂઆતમાં ધીરુભાઈ અનેક સંઘર્ષ કરેલા છે. માલવીયા કોલેજમાં ધીરુભાઈને કાર્યક્રમ માટે સૌ પ્રથમ દસ રૂપિયા મળ્યા હતા.

6 વર્ષ સુધી દૈનિક 15 રૂપિયાના પગારે આરકેફોજિઁગપ્લાન્ટમાં ધીરુભાઈએ નોકરી કરી. ધીરુભાઈ માત્ર 18 વર્ષની ઉંમરે હાસ્ય અને લોકવાર્તા ના સ્ટેજ પ્રોગ્રામ આપતા થયા. 1994માં સૌપ્રથમવાર ધીરુભાઈ એ હેમંત ચૌહાણ સાથે અમેરિકામાં આપ્યો હાસ્યનો કાર્યક્રમ. સૌથી ખાસ વાત તો એ છે કે ધીરુભાઈએ ઇંગ્લેન્ડ, દુબઈ ,સિંગાપોર સહિતના દેશોમાં 40થી વધારે કાર્યક્રમ આપી ચૂક્યા છે.

છેલ્લા 31 વર્ષમાં 50થી વધુ આલ્બમ આપનાર ધીરુભાઈ મહિનામાં 12 થી 15 કાર્યક્રમ આપે છે. લોકસભામાં કાર્યરત છે. વિદ્યાર્થીઓ તેમજ સેવાકીય કાર્યો માટેના કાર્યક્રમ મા ફ્રી પ્રોગ્રામ આપે છે. એક સમયે માત્ર 10 રૂપિયા થી શરૂઆત કરી હતી અને આજે ધીરુભાઈ કાર્યક્રમ માટે 60 હજારથી માંડીને 1.50 લાખ સુધીની ફી વસૂલ કરે છે. ખરેખર તેમનું જીવન છતા સાધારણ રીતે જીવે છે.

Post a Comment

Previous Post Next Post