છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતના લોક કલાકારો ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત બન્યા છે, એમજ વાત કરીએ તો માત્ર ગુજરાત જ નહીં પરંતુ ગુજરાતના કલાકારો દેશ અને વિદેશમાં પણ પોતાની આગવી છાપ ઉભી કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કળા કોઈ પણ ક્ષેત્રમાં હોઈ શકે છે. તમને જણાવી દઈએ આજના આધુનિક યુગમાં અનેક કલાકારો પોતાની એક આગવી કળા લોકો સમક્ષ રજુ કરતા હોય છે. જેમાં અનેક કલાકારો ને સફળતા મળતી હોય છે.
કળા કોઈ પણ ક્ષેત્રમાં હોઈ શકે છે, ગાયકી ની કળા, અભિનયની કલા, કોઈ સારી એક્ટિંગ ની કળા પણ અલગ હોય છે. તેવીજ એક અભિનેત્રી એટલે કે નેહાબેન સુથાર વિશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. નેહા સુથાર વિશે આજના આલેખ ની અંદર જાણીશું કે, કેવા મૂળ ગુજરાતના કયા ગામથી છે??, તેમજ તમે કેટલો અભ્યાસ કર્યો છે??, અને તમને બાળપણથી લઈને અભિનેત્રી સુધીની સફર, વચ્ચે કેટલો સંઘર્ષ અને મહેનત રહેલી છે. તે વિશે આજના લેખમાં વાત કરવા જઈ રહ્યા છીએ.
વિવિધ પ્રકારના આલ્બમ, અને એક્ટિંગ તથા સોશીયલ મીડીયા ના માધ્યમ દ્વારા આખા ગુજરાતની અંદર નેહાબેન સુથાર ખૂબ જ લોકપ્રિય બન્યા છે. નેહાબેન સુથાર ના મૂળ ગામ ની વાત કરીએ તો, મહેસાણા જિલ્લાની અંદર આવેલા વિજાપુર તાલુકાના સરદારપુર ગામના વતની છે. વિજાપુર થી 15 કિલોમીટર દૂર સરદારપુર ગામ આવેલું છે. પરંતુ અત્યારના સમયે નેહાબેન સુથાર અત્યારે અડાલજ ગાંધીનગરમાં રહે છે.
નેહાબેન સુથાર તેઓ ને બે બહેનો અને એક ભાઈ છે. જ્યારે તેનાથી મોટી બહેનોનાં લગ્ન થઈ ગયા છે. જ્યારે તેમના થી એક નાનો ભાઈ છે. અત્યારે નેહા સુથાર અડાલજ ગાંધીનગર ની અંદર પોતાના નાના ભાઇ અને મમ્મીની સાથે રહે છે. નેહાબેન સુથારની આજની સફળતાની પાછળ ખૂબ જ મહેનત અને અથાક સંઘર્ષ છુપાયેલો છે. જ્યારે નેહાબેન પૂછવામાં આવ્યું કે, એક્ટિંગ ની શરૂઆત કઈ રીતે અને ક્યાંથી શરૂઆત થઈ??,
ત્યારે તેમણે જવાબ આપતાં કહ્યું હતું કે, આ પહેલાં એમના ફેમિલીમાંથી કોઈ અભિનયક્ષેત્રે સાથે જોડાયેલું નથી. નેહાબેન સુથાર નું ગામ સરદારપુર છે. ત્યાં ઘણા બધા મોટા પ્રોગ્રામ ચાલતા હોય છે. જેવા કે રાસ ગરબા અને લગ્ન ગીતો. તેમના ગામના એક રમેશ કાકા છે, નેહાબેન સુથારે જણાવ્યું હતું કે, તે રમેશ કાકાના થકી જ તેઓ એ આ સફળતા મેળવી છે. રમેશ કાકા નાના-મોટા પ્રોગ્રામો કરતા હતા. ત્યારે તેમને એક વખત ડાન્સ માટે જરૂર હતી.
તે સમયે રમેશ કાકાએ નેહા સુથાર ના મમ્મી ને વાત કરી હતી કે, નેહા ને મોકલો ને, ત્યારે નેહાબેન સુથારે ડાન્સ પ્રોગ્રામ માં ભાગ લીધો હતો. નેહાબેન સુથાર નો પહેલો પ્રોગ્રામ વિજાપુર નજીક આવેલું ગામ રામપુર ત્યાં હતો. ત્યાર પછી નેહાબેન સુથાર ની જર્ની ની શરૂઆત થઇ ચૂકી હતી. ત્યાર પછી નેહા સુથાર નાના-મોટા કાર્યક્રમની અંદર જવા લાગ્યા હતા. થોડા સમય પછી તેઓ અમદાવાદ રહેવા આવ્યા હતા. થોડા સમય સુધી અમદાવાદની અંદર આવીને તેઓએ નોકરી કરી હતી.
ત્યારબાદ ચારથી પાંચ વર્ષ સુધી, નેહાબેન સુથારે વિપુલભાઈ ના ઘણા બધા કાર્યક્રમો કર્યા હતા. તે સમયથી આખી જર્ની ની શરૂઆત થઇ ચૂકી હતી. નેહા સુથાર જણાવે છે કે, તેઓ ખૂબ જ મધ્યમ વર્ગ પરિવારમાંથી આવે છે. તેઓ જણાવે છે કે, બાળપણમાં તેઓએ ઘણી બધી મહેનત કરી હતી તેઓએ બીજા લોકોના ઘરના કામ પણ કર્યા છે, તેમજ તેઓએ ખેતરમાં પણ કામ કર્યું છે. ત્યારબાદ ધીમે ધીમે ધીમે આગળ વધતા ગયા હતા. તેમ તેમ સફળતા મળતી ગઈ હતી.
જ્યારે નેહા સુથાર ને પૂછવામાં આવ્યું કે, તેમણે કેટલો અભ્યાસ કર્યો છે. ત્યારે તેમણે જવાબ આપતા જણાવ્યું હતું કે, 1 થી 12 ધોરણ સુધી નું અભ્યાસ તેણે પોતાના ગામની અંદર જ રહીને કહ્યું હતું. પછી કોલેજનાં ત્રણ વર્ષ બી કોમ નો અભ્યાસ માણસા બીએ કોમર્સ કોલેજ ની અંદર કર્યું હતું. તેઓ જણાવે છે કે, જ્યારે તેઓ સ્કૂલમાં હતા ત્યારથી જ એક્ટિંગ, ડાન્સિંગ, તેમજ નાના-મોટા પ્રોગ્રામ હોય ત્યારે ભાગ લેતા હતા.
નેહા સુથાર ને પહેલેથી જ સિંગિંગ અને ડાન્સિંગ માં ખૂબ જ શોખ રહેલો છે. અત્યારે સમયમાં ગુજરાતમાં નેહા સુથાર ના લગ્ન ગીતો તેમજ ગરબા ખૂબ જ પ્રખ્યાત બન્યા છે. તેઓ પોતાના સમાજના ઘણા બધા કાર્યક્રમો ની અંદર પણ જાય છે. તેમજ સોશિયલ મીડિયા ના માધ્યમ દ્વારા પણ તેઓને ઘણી બધી સફળતા મળી હતી.