ગોવિંદ ધોળકિયા એ ફરી સમાજ ને ચીંધી નવી રાહ..ઘરે પૌત્રી ના જન્મ પર કરી એવી ઉજવણી..જુઓ વિડિઓ

ગોવિંદ ધોળકિયા એ ફરી સમાજ ને ચીંધી નવી રાહ..ઘરે પૌત્રી ના જન્મ પર કરી એવી ઉજવણી..જુઓ વિડિઓ

ગોવિંદ ધોળકિયા ને માત્ર ગુજરાત માંજ નહિ પણ દેશ વિદેશ ઓળખે છે સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઇ સોશ્યિલ એક્ટિવિટી માટે પણ એટલા જ જાણીતા છે તાજેતર માં જ ગુજરાત માં 311 હનુમાન મંદિર બનવાનો સંકલ્પ કર્યો હતો તે પેહલા વતન દુધાળા માં સોલાર પેનલ આપી હતી વ્યક્તિ દીઠ પૈસા આપ્યા હતા લીવર ટ્રાન્સપ્લાન્ટ થતા કિરણ હોસ્પિટલ ને 1 કરોડ નું દાન આપ્યું હતું તેમ હવે સમાજ ને એક ઉત્તમ ઉદારહણ આપ્યું છે.

સમાજ ભલે આજે 21મી સદીમાં જીવી રહ્યો હોય, છતાં પણ આ જમાનામાં સ્ત્રી ભૃણ હત્યા કે નવજાત બાળકીને તરછોડી દેવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. જોકે એક વર્ગ એવો પણ છે જે પરિવારમાં દીકરીના જન્મ ની રાહ જોતો હોય છે. આવા પરિવારોને દીકરા કરતા દીકરીના જન્મની વધારે ખુશી થતી હોય છે. અને તેઓ દીકરીના જન્મ લેતા જ તેને વધાવી પણ લેતા હોય છે.

ગોવિંદ ધોળકિયાના એકના એક પુત્ર શ્રેયંશ ધોળકિયા ને ત્યાં દીકરીનો જન્મ થતાં તેને અનોખી રીતે વધાવી લેવામાં આવી હતી. રામનવમીના દિવસે શ્રેયાંસ ભાઈ ના ઘરે પારણું બંધાયું હતું અને દીકરી નો જન્મ થયો હતો. તેની પરિવારમાં ખુબ ખુશી જોવા મળી હતી.

જોકે આ ખુશીને લોકો સાથે વહેંચવા, દીકરીના જન્મને વધાવી લેવા તેમજ લોકોમાં બેટી બચાવો બેટી વધાઓ નો સંદેશો આવે તે માટે એક લક્ઝરી બસ સુરતના રસ્તા પર ફેરવવામાં આવી હતી.ગોવિંદ ધોળકિયાની પર્સનલ વેનિટી વાન ને એક જ દિવસમાં સફેદ રંગ માંથી ગુલાબી રંગની કરીને તેના પર ઇટ્સ અ ગર્લ ચાઈલ્ડ નો મેસેજ લખીને હોસ્પિટલ થી લઈને આખા શહેરમાં ફેરવવામાં આવી હતી.

તે બાદ દીકરીને આ જ બસમાં ઘરે લઈ જવામાં આવી હતા. ગોવિંદ ધોળકિયાએ જણાવ્યું હતું કે તેમના ઘરે ચાર દાયકા બાદ આજે દીકરીનો જન્મ થયો છે. જેની ખુશી શબ્દોમાં વર્ણવી શકાય નથી. આજે સમાજમાં દીકરી ને વધાવવા માટે ઘણી વાતો થાય છે છતાં પણ પુત્રીના જન્મ થી લોકો નિરાશ પણ થઇ જતા હોય છે. ત્યારે આવા લોકોમાં જાગૃતિ આવે અને દીકરીના જન્મને પણ તેટલું જ પ્રોત્સાહન આપવામાં આવે તે હેતુથી તેમના દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો છે.

ગોવિંદભાઇ ના 17 સભ્યોના પરિવારના કાર કલેક્શનમાં અલગ-અલગ મોડેલની સાત જેટલી મર્સિડીઝ ઉપરાંત રોલ્સ રોય્સ, ફેરારી, બીએમડબલ્યુ અને લેમ્બોર્ગિની જેવી એકથી એક ચડિયાતી લક્ઝુરિયસ કાર પણ સામેલ છે.

Post a Comment

Previous Post Next Post