એક સમયે લોકોના ઘરકામ અને ખેતરોમાં મંજૂરી કરીને નેહા સુથાર આ રીતે બન્યા ગુજરાતી સિનેમાની લોકપ્રિય અભિનેત્રી,

એક સમયે લોકોના ઘરકામ અને ખેતરોમાં મંજૂરી કરીને નેહા સુથાર આ રીતે બન્યા ગુજરાતી સિનેમાની લોકપ્રિય અભિનેત્રી,

ફિલ્મ જગતમાં કારકિર્દી બનાવવી સરળ વાત નથી. આજે ઢોલિવુડમાં અનેક ગુજરાતી અભિનેત્રીઓ અભિનયના ઓજસ પાથરી રહી છે, ત્યારે આજે આપણે એક એવી અભિનેત્રી વિશે વાત કરીશું જેનું ફિલ્મ જગતમાં આવવું એક સંજોગ માત્ર હતુ. આમ પણ કહેવાય છે ને કે, ક્યારેક જીવનમાં એવા વળાંક આવી જતા હોય છે, જે આપણે ભાગ્યે જ વિચાર્યું હોય. દરેક અભિનેત્રીઓની કહાની છુપાયેલી જ હશે ગુજરાતી સિનેમામાં આગમન સાથે.

આજે આપણે વાત કરીશુ અભિનેત્રી નેહા સુથારના જીવનની સંઘર્ષમય કથા વિશે. નેહા સુથારનો જન્મ મહેસાણા જિલ્લાની અંદર આવેલા વિજાપુર તાલુકાના સરદારપુર ગામમાં સામાન્ય પરિવારમાં થયેલ. હાલમાં તેઓ અડાલજ ગાંધીનગરમાં રહે છે અને ખૂબ જ વૈભવશાળી જીવન જીવી રહ્યા છે. આ સફળતા તેમને પોતાની મહેનત થી મેળવી છે. તેમના પરિવારનું કોઈપણ સભ્ય અભિનયક્ષેત્રમાં ન હોવા છતાં પણ તેમણે આપમેળે ગુજરાતી સિનેમા પોતાની જગ્યા બનાવી.

વિક્રમ ઠાકોર જેવા શ્રેષ્ઠ અભિનેતા સાથે તેમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં તું અધુરી વાર્તાનો છેડો ફિલ્મ ખૂબ જ લોકપ્રિય છે. તેમજ ગુજરાતી આલ્બમ સોંગમાં તેમણે સૌથી વધારે કામ કર્યું છે અને મોડેલીંગ પણ કરે છે. હવે તમે વિચારશો કે નેહા સુથાર ગુજરાતી ફિલન ઇન્ડસ્ટ્રીમાં કંઈ રીતે પ્રવેશ્યા તો તેની પાછળ પણ ખૂબ જ મોટો સંઘર્ષ રહેલ છે.

એક સમય એવો હતો જ્યારે તેમને કોઈ ઓળખતું ન હતું અને તેમને શરૂઆત પણ ખૂબ જ નાના કામથી કરી હતી.

એક ઇન્ટરવ્યૂમાં નેહા સુથાર જણાવેલ કે, તેમના રમેશ કાકાના લીધે જ તેમને સફળતા મળી કારણ કે, તેઓ નાના-મોટા પ્રોગ્રામો કરતા હતા. ત્યારે તેમને એક વખત ડાન્સ માટે જરૂર હતી. ત્યારે નેહાન ના મમ્મી ને વાત કરી હતી કે, નેહા ને મોકલો ને, ત્યારે નેહાબેન સુથારે ડાન્સ પ્રોગ્રામ માં ભાગ લીધો હતો. નેહાબેન સુથાર નો પહેલો પ્રોગ્રામ વિજાપુર નજીક આવેલું ગામ રામપુર ત્યાં હતો. આ તેમના કારકિર્દીની શરૂઆતનું પ્રથમ પગથીયું હતું અને પછી તો એક પછી એક કાર્યક્રમની અંદર જવા લાગ્યા હતા. થોડા સમય પછી તેઓ અમદાવાદ રહેવા આવ્યા હતા. થોડા સમય સુધી અમદાવાદની અંદર આવીને તેઓએ નોકરી કરી હતી.

ત્યારબાદ ચારથી પાંચ વર્ષ સુધી, નેહાબેન સુથારે વિપુલભાઈ ના ઘણા બધા કાર્યક્રમો કર્યા હતા. ત્યારબાદ ચારથી પાંચ વર્ષ સુધી, નેહાબેન સુથારે વિપુલભાઇ ના ઘણા બધા કાર્યક્રમો કર્યા હતા. અને આલ્બમ અને મોડેલીંગ દ્વારા લોકપ્રિયતા મેળવી. એક સમયે બાળપણમાં તેઓએ ઘણી બધી મહેનત કરી હતી તેઓએ બીજા લોકોના ઘરના કામ પણ કર્યા છે, તેમજ તેઓએ ખેતરમાં પણ કામ કર્યું છે. આજના સમયમાં તેઓ પોતાનો ખરાબ સમય નથી ભુલ્યા અને આજે તેઓ જે ઉંચાઈ પર છે તેનું પરિણામ અથાગ પરિશ્રમ છે. આજે સોશિયલ મીડિયામાં 1 મિલિયન થી વધારે ફોલોવર્સ છે અને ગુજરાતનાં તમામ કલાકારો સાથે કામ કરી રહ્યા છે

Post a Comment

Previous Post Next Post