કોર્ટે આ પટેલ યુવતી ને આજીવન કેદ ની સજા ફટકારી ! કારણ જાણી ને હચમચી જશો...

કોર્ટે આ પટેલ યુવતી ને આજીવન કેદ ની સજા ફટકારી ! કારણ જાણી ને હચમચી જશો...

હાલમાં જ થોડા દિવસો પહેલા જાણવા મળ્યું હતું કે, એક બહેન વર્ષ 2019માં પોતાના જ સગાભાઈ અને ભત્રીજીની ક્રુર રીતે હત્યા કરેલ. આ કારણે કોર્ટે તેને સજા આપવાનું નક્કી કરેલ. હાલમાં આજ રોજ તેને સજા સુનાવવામાં આવી છે, ત્યારે આ સજા વિશે અમે આપને જણાવીશું પરતું એ પહેલાં અમે આપને જણાવીએ કે, કંઈ રીતે અને ક્યાં કારણે આ યુવતીએ પોતાના ભાઈને મોતને ઘાટ ઉતાર્યો.

ભાઇ બહેનનો પ્રેમ તો અતૂટ હોય છે, ત્યારે આ યુવતી માત્ર નજીવા કારણે રાખડીના બંધન ભૂલીને ભાઈને મોતના ઘાટ ઉતારી દીધો. વાત જાણે એમ હતી કે, પરિવારમાં માનમોભો ન જળવાતો હોઈ, આરોપી બહેને તેના સગા ભાઈને ધતૂરાનું પાણી આપી માનસિક અસ્થિર કર્યો હતો અને બાદમાં કેપ્સ્યૂલમાં સાઇનાઇડ આપી ઠંડા કલેજે હત્યા નીપજાવી હતી.

ભાઈની હત્યા કર્યાના પંદર દિવસ બાદ14 માસની માસૂમ ભત્રીજીને પણ સાઇનાઈડ આપી હત્યા નીપજાવી હતી. આ હત્યાઓના લીધે પાટણની એડિશનલ કોર્ટએ આરોપી કિન્નરીને જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારી છે. કોર્ટના ચુકાદાને મૃતકનાં પરિવારજનોએ યોગ્ય ઠેરવ્યો છે. જોકે કિન્નરીના વકીલ હાઇકોર્ટમાં અરજી દાખલ કરશે.

જિગર પટેલના મોતના પંદર દિવસ બાદ જ પોતાના ભાભી એટલે કે જિગર પટેલનાં પત્ની ભૂમિબેનને પણ ધતૂરાનું પાણી આપી દીધું હતું, જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા પડ્યાં હતાં, જેનો લાભ લઈ 14 મહિનાની ભત્રીજી માહીને સાઈનાઈડ આપી દેતાં તેનું પણ મોત નીપજ્યું હતું. ખરેખર આ ઘટના જાણીને સ્વાભાવિક રીતે સવાલ આવે કે કોઈ બહેન પોતાના ભાઈ સાથે આવું કંઈ રીતે કરી શકે.

Post a Comment

Previous Post Next Post