ભાઈના જન્મદિવસ પર અલ્પાબેન પટેલ અને ઉદય ગજેરા ગિફ્ટમાં આપી બુલેટ ગાડી! જુઓ જન્મ દિવસ ની ઉજવણી ની તસ્વીરો…

ભાઈના જન્મદિવસ પર અલ્પાબેન પટેલ અને ઉદય ગજેરા ગિફ્ટમાં આપી બુલેટ ગાડી! જુઓ જન્મ દિવસ ની ઉજવણી ની તસ્વીરો…

હાલમાં સોશિયલ મીડિયામાં અલ્પાબેન પટેલ લગ્ન બાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આજ રોજ અલ્પાબેન પટેલ પોતાના ઇન્સ્ટાગામમાં પોતાના ભાઈના જન્મદિવસની ખાસ રીતે કરેલ ઉજવણી ની તસ્વીરો પોસ્ટ કરેલ છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે, અલ્પાબેન પટેલ એ પોતાના ભાઈ મહેન્દ્રને અતિ કિંમતી રોયલ ઈનફીડ બુલેટ ગિફ્ટમાં આપી છે.મહેન્દ્ર પટેલ પણ પોતાના સોશિયલ મીડિયામાં બહેન અને બનેવીનો આભાર વ્યક્ત કર્યો છે, સાથો સાથ બુલેટની રિલ્સ પણ અપલોડ કરી છે.

ખરેખર પોતાના ભાઈને આટલી કિંમતી ગિફ્ટ આપવી એ ખૂબ જ પ્રેમાળ અને લાગણીશીલ વાત છે. સૌ કોઈ અલ્પાબેન પટેલના વખાણ કરી રહ્યા છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, અલ્પા બેન પોતાના ભાઈને બહુજ પ્રેમ કરે છે અને તે અવારનવાર પોતાના સોશિયલ મીડિયામાં તસ્વીરો પોસ્ટ કરે છે. આજે જ્યારે તેમનો જન્મદિવસ હતો, ત્યારે અલ્પાબેન પટેલએ ભાઈના જન્મદિવસની વધુ યાદગાર બનાવવા આટલી કિંમતી અને આલીશાન ગિફ્ટ આપી છે.

ખરેખર આ નવા વર્ષના શરૂઆતના મહિનાઓમાં ગુજરાતી કલાકારો એ કિંમતી કારોની ખરીદી કરી છે, જેમાં કિંજલ દવે, જીગ્નેશ કવિરાજ, રાકેશ બારોટ જેવા અનેક કલાકારો એ આલીશાન કાર ની ખરીદી કરી છે, ત્યારે અલ્પાબેન પટેલ એ પોતાના ભાઈના જન્મદિવસ પર બુલેટ ગિફ્ટ કરીને સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. પોતાના માટે તો સૌ કોઈ ગાડી અને જીવન જરુરીયાત વસ્તુઓ લઇ પરતું ખરું તો એ છે, જ્યારે તમે બીજાના ચહેરા પર સ્મિત લાવવા ભેટ આપો છો.

આપણે જાણીએ છે કે, અલ્પાબેન પટેલના લગ્ન ખૂબ જ શાનદાર અને ભવ્ય રીતે યોજાયેલ. લગ્ન બાદ અલ્પાબેન અને ઉદય ગજેરા હનીમૂન માટે અદમાન નિકોબાર ગયેલ. ત્યારે આ તમામ ખાસ પળોની તસ્વીરો તેમને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલ છે, ત્યારે આજરોજ પોતાના ભાઈને આપેલ ખાસ ગિફ્ટની તસ્વીરો પોતાના ઇન્સ્ટા પેજ પર અપલોડ કરતા તેમના ચાહકોનું દિલ જીતી લીધું હતું.

Post a Comment

Previous Post Next Post