ગુજરાતી લોકપ્રિય કલાકાર અલ્પાબેન હાલમાં અવારનવાર સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની રહ્યા છે. હાલમાં જ જાણવા મળ્યું હતું કે, અલ્પાબેન પટેલ એ પોતાના ભાઈના જન્મ દિવસ પર તેને કિંમતી બુલેટ ગાડી ગિફ્ટ કરી હતી. ત્યારે ફરી એક વખત અલ્પા બેન પટેલ એ પોતાના પતિ ઉદય ગજેરાને જન્મ દિવસની સરપ્રાઈઝ અને ખાસ ભેટ આપી છે. ચાલો ત્યારે અમે આપને સંપૂર્ણ માહિતી જણાવી કે, અલ્પાબેન પટેલ ઉદય ગજેરાને શું ગિફ્ટ આપી છે.
જ્યાર થી અલ્પાબેન પટેલના લગ્ન થયા છે, ત્યાર થી જ સોશિયલ મીડિયામાં અલ્પાબેન પટેલ ચર્ચાનો વિષય બન્યા છે.તેમના લગ્ન પણ ખૂબ જ ભવ્ય રીતે યોજાયા અને લગ્ન બાદ બંને હનીમૂન પર અદમાન નિકોબાર ટાપુ પર ગયા હતા. આ તમામ યાદગાર પળો પોતાના ચાહકવર્ગ માટે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલ. ત્યારે તેઓ અવારનવાર આવી ખાસ યાદગાર પળો શેર કરતા રહે છે, ત્યારે અલ્પાબેન ગઈકાલે તેમના પતિના જન્મદિવસની ખાસ સરપ્રાઇઝ આપી હતી.
ગઈકાલ રાતે 12 વાગ્યા પછી ઉદય ગજેરા એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોતાના જન્મદિવસની ઉજવણીની તસ્વીરો શેર કરી હતી. આ તસ્વીરોમાં તમેં જોઈ શકો છો કે, ઉદય ગજેરા તેમના પરિવાર સાથે પોતાનાનો જન્મ દિવસ ઉજવ્યો. લગ્ન બાદ ઉદય ગજેરાનો આ પહેલો જન્મદિવસ છે, ત્યારે અલ્પાબેન પટેલ એ પોતાના પતિને ખાસ ભેટ આપી છે. આ ભેટની કિંમત જાણીને તમે ચોંકી જશો. હજુ તો હાલમાં જ ભાઇને કિંમતી બુલેટ ગાડી આપીએ છે, ત્યારે હવે પોતાના પતિને પણ કિંમતી ભેટ આપી છે.
તમે તસવીરોમાં જોઈ શકો છો કે, અલ્પાબેન પટેલ એ પોતાના પતિને Iphone13pro ગિફ્ટ કર્યો છે, આ ફોનની કિંમત અંદાજીત એક લાખ ઓગત્રીસ હજાર રૂપિયા છે. ખરેખર અલ્પાબેન પટેલ પોતાના પતિને જે ગિફ્ટ આપી છે, તે ઉદય ગજેરા માટે સદાય યાદબાર રહેશે કારણ કે, લગ્ન બાદ પોતાની પત્ની તરફથી મળેલ આ પહેલી ભેટ છે. હાલમાં તો સોશિયલ મીડિયમાં આ જ વાત ચર્ચાઈ રહી છે કે, અલ્પાબેન પટેલ પોતાના પતોને મોબાઈલ ફોન ગિફ્ટ કર્યો છે
ઉદય ગજેરા સાથે લગ્ન કર્યા બાદ અલ્પાબેન પટેલ સુખી દામ્પત્યજીવન પસાર કરી રહ્યા છે અને અવારનવાર પોતાના પતિ સાથેની તમામ યાદગાર પળો શેર કરતા રહે છે. તેમનાં પતિએ પણ આ સરપ્રાઇઝ બદલ આભાર વ્યક્ત કર્યો છે. તેમના પરિવારનાં દરેક સભ્યોએ ગિફ્ટ ભેટમાં આપી છે, ત્યારે ખરેખર આ જન્મદિવસ ઉદય ગજેરા માટે યાદગાર બની ગયો છે.