હાલમાં દિવસે ને દિવસે ગુજરતીઓનું ગૌરવ ગણાતા એવા અદાણી ગ્રુપની સંપત્તિ અઢળક થઈ રહી છે. હાલમાં તેઓ ભારતના જ સૌથી મોટા ધનવાન છે નહિ પામ એશિયામાં તેઓ મોખરે છે. સૂત્ર દ્વારા મળેલી માહિતી મુજબ તેમની સંપત્તિ વર્ષ 2020થી 2022ની વચ્ચે આશરે 14 ગણી વધી છે. તેની પાછળ સૌથી મોટું કારણ છે શું છે તે આજે અમે આપને જણાવીશું. આપણે જાણીએ છે કે, હાલમાં અદાણી ગ્રુપમાંઅદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ, અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ, અદાણી પાવર લિમિટેડ, અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ ,અદાણી ટોટલ ગેસ લિમિટેડ, અદાણી વિલ્મર લિમિટેડનો સમાવેશ થાય છે.
આપણે જાણીએ સૌ કોઈ જાણીએ છે કે, વર્ષ 1981 સામાનોને લપેટનારા પ્લાસ્ટિકની એક કંપની ખરીદી હતી પરંતુ, તે ચાલતી નહોતી. કંપનીને કાચા માલની સપ્લાઈ પર્યાપ્ત માત્રામાં નહોતી મળી રહી હતી. અદાણીએ કંડલા પોર્ટ પર પ્લાસ્ટિક ગ્રેનુઅલ્સની આયાત શરૂ કરી અને 1988માં અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ બની અને થોડા વર્ષોમાં આ કંપની અને અદાણી આ બિઝનેસમાં મોટું નામ બની ગયા.
ફોર્બ્સ અનુસાર અદાણીની વર્ષ 2020માં પણ વધુ ગ્રોથ ના થયો અને તે માત્ર 8.9 અબજ ડૉલર પર પહોંચી શકી. 155માં સ્થાન પર આવી ગયા. ગૌતમ અદાણી માટે વર્ષ 2021 ખૂબ જ મોટું સાબિત થયું. તેમની સંપત્તિ 8.9 અબજ ડૉલર પરથી છલાંગ લગાવીને 50.5 અબજ ડૉલર પર પહોંચી ગઈ. આ સાથે જ ફોર્બ્સના લિસ્ટમાં 131માં નંબર પરથી છલાંગ લગાવીને તેઓ 24માં સ્થાન પર આવી ગયા.
15 ફેબ્રુઆરી, 2022એ તેમની સંપત્તિ 83.6 અબજ ડૉલર પર પહોંચી અને તેઓ દુનિયાના ધનવાનોના લિસ્ટમાં 11માં નંબર પર આવી ગયા. બરાબર બે મહિના બાદ 15 એપ્રિલે અદાણીની સંપત્તિ 121.7 અબજ ડૉલર થઈ ગઈ અને દુનિયાના અબજોપતિઓના લિસ્ટમાં છઠ્ઠા નંબર પર આવી ગયા.
ફોર્બ્સ અનુસાર, અદાણીએ સપ્ટેમ્બર, 2020માં ભારતના બીજા સૌથી વ્યસ્ત મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં 74% હિસ્સેદારી મેળવી. હવે તેઓ દેશના સૌથી મોટા એરપોર્ટ પરિચાલક છે. આ બધું થવા પાછળનું કારણ તેમની કંપનીઓના શેરોના વધતા ભાવ. તમારા ઘરના કરિયાણાથી લઈને કોલસાની ખાણ સુધી, એરપોર્ટ, રેલવે, બંદરગાહથી લઈને વીજળી બનાવવા સુધી તેમનું પ્રભુત્વ ચાલી રહ્યું છે. ત્યારે હવે તેઓ એશિયા સૌથી ધનિક વ્યક્તિ બની રહ્યા છે.