આપણે બધા લોકો જાણીએ જ છીએ કે લોકો તેમના શરીરમાં ફિટનેસ રાખવા માટે ઘણી બધી કાળજી અને ધ્યાન રાખતા હોય છે, તેથી આજે આપણે મુકેશ અંબાણી સહિત આપણા દરેક બૉલીવુડના સુપરસ્ટારો કઈ ડેરીનું દૂધ પીવે છે તેના વિષે જાણીશું, મુકેશ અંબાણી, સચિન તેંડુલકર, અક્ષય કુમાર અને અમિતાભ બચ્ચનને આ ડેરીના દૂધનું સેવન કરે છે.
આ બધા બૉલીવુડના હીરો જે ડેરીનું દૂધ પીવે છે તે ડેરીના દૂધની કિંમત સામાન્ય દૂધ કરતા ઘણી વધારે હતી, મુકેશ અંબાણી અને બૉલીવુડના બધા જ હીરો મહારાષ્ટ્રની પુણેમાં ચાલતી ડેરી ભાગ્યલક્ષ્મીનું દૂધ પીવે છે, આ ડેરી ગુજરાતના એક બિઝનેસ મેન દેવેન્દ્ર શાહની પરાગ મિલ્ક ફૂડની માલિકીની છે.
જે સમયે ભાગ્યલક્ષ્મી ડેરીની શરૂઆત થઇ તે સમયે માત્ર ૧૭૫ જ ગ્રાહકો હતા, ત્યારબાદ ધીમે ધીમે લોકો વધતા ગયા અને ભાગ્યલક્ષ્મી ડેરીની સંખ્યા હાલમાં બાવીસ હજાર થઇ હતી. ભાગ્યલક્ષ્મી ડેરીમાં એક લીટર દૂધની કિંમત એકસો બાવન રૂપિયા હતી, હાલમાં ભાગ્યલક્ષ્મી ડેરીનું સંચાલન દેવેન્દ્ર શાહની દીકરી અલાક્ષી શાહ સંભાળી રહી હતી.
ભાગ્યલક્ષ્મી ડેરીનું દૂધ મહારાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં પહોંચાડવામાં આવતું હતું, આ ડેરીની વાન દરેક ગ્રાહકોના ઘરે જઈ જઈને સવારના સમયે દૂધ પહોંચાડવાનું કામ કરતી હતી. આ તબેલામાં સંપૂર્ણ રીતે ગાયો અને ભેંસોની કાળજી લેવામાં આવતી હતી, આ ગાયો ભેંસોના તબેલાની સફાઈ દિવસમાં ત્રણથી ચાર વાર કરવામાં આવે છે, આ તબેલામાં રહેતી ગાયો ભેંસોને RO નું પાણી પીવડાવવામાં આવે છે.
તેથી આ તબેલામાં રહેતી ગાયો ભેંસોને સોયાબીન, ઘાસ, મોસમી શાકભાજી અને ચારો ખવડાવવામાં આવે છે, આ તબેલાની ખાસ વિશેષતાતો એ હતી કે આ તબેલામાં ધીમા અવાજે સંગીત પણ વગાડવામાં આવતું હતું, આથી આ ગાયો ભેંસોના તબેલાનું ઘણા લોકો દૂધ પીતા હતા અને તેમનું શરીર તંદુરસ્ત બનાવતા હતા.