વીજુડીનું પાત્ર ભજવીને આખા ગુજરાતને હસાવનાર ધનસુખ ભંડેરી આજે તેમનું આવી રીતે જીવન જીવી રહ્યા છે, જાણો તેમના સંઘર્ષની કહાની વિષે.

વીજુડીનું પાત્ર ભજવીને આખા ગુજરાતને હસાવનાર ધનસુખ ભંડેરી આજે તેમનું આવી રીતે જીવન જીવી રહ્યા છે, જાણો તેમના સંઘર્ષની કહાની વિષે.

આપણે બધા મિત્રો કોમેડી વીજુડીને તો ઓળખીએ જ છીએ, વીજુડીએ અત્યાર સુધી ઘણા બધા તેના કોમેડી વિડીયો બનાવ્યા છે અને તેમના ચાહક મિત્રો તે વિડિઓ જોઈને ખુબ જ ખુશ થાય છે, વીજુડીના લાખો કરતા પણ વધારે ચાહક મિત્રો રહેલા છે, વીજુડીનું પાત્ર ભજવનાર સ્ત્રી છે કે પુરુષ તે જાણીને પણ તમે આશ્રય ચકિત થઇ જશો, વીજુડીનું પાત્ર ભજવનાર એક પુરુષ છે.

વીજુડીનું પાત્ર ભજવનાર પુરુષનું નામ ધનસુખભાઈ ભંડેરી હતું, ધનસુખભાઈ ભંડેરીએ અત્યાર સુધી તેમના કોમેડી વિડિઓ અને તેમના નાટકોથી આખા ગુજરાતમાં ખુબ જ ફેમસ થઇ ગયા હતા, ધનસુખભાઈ ભંડેરીનો જન્મ જામનગર જિલ્લાના મોટા ઘરેડીયા ગામમાં થયો હતો. ધનસુખભાઈ ભંડેરી તેમનું જીવન એક સામાન્ય પરિવારમાં જીવતા હતા.

ધનસુખભાઈ ભંડેરીને નાનપણથી નાટકો કરવાનો ખુબ શોખ હતો, ધનસુખભાઈ ભંડેરી નાના હતા તે સમયથી જ નાટકમાં ભાગ લેતા હતા અને સ્ત્રીનું રોલ ભજવતા હતા, તેથી તે સમયે ઘણા લોકો ધનસુખભાઈ ભંડેરીની હસી મજાક ઉડાવતા હતા, તો પણ ધનસુખભાઈ ભંડેરીએ તેમની હિંમત હારી નહીં અને જીવનમાં આગળ વધવાના પ્રયાસો શરૂ જ રાખ્યા હતા.

ધનસુખભાઈ ભંડેરીએ પાંચમા ધોરણ પછી ભણવાનું બંધ કરી દીધું અને એક્ટિંગ કરવા માટે જોડાય ગયા હતા, ત્યારબાદ ધનસુખભાઈ ભંડેરીએ ઘણા ગામમાં ફરીફરીને રામ મંડળમાં સ્ત્રીનું રોલ ભજવતા હતા,

તે સમયે ધનસુખભાઈ ભંડેરીએ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો અને આજે તેમની મહેનત રંગ લાવી અને આજે ધનસુખભાઈ ભંડેરી વીજુડીના નામથી આખા ગુજરાતમાં ખુબ જ પ્રખ્યાત થઇ ગયા હતા.

ધનસુખભાઈ ભંડેરીના પરિવારમાં આજે તેમના માતા પિતા, પત્ની અને એક દીકરી રહે છે, તેથી હાલમાં ધનસુખભાઈ ભંડેરીનો પરિવાર એકદમ તેમનું જીવન સુખેથી જીવી રહ્યો હતો, હાલમાં ધનસુખભાઈ ભંડેરી આશરે દર મહિને બે લાખ રૂપિયાની કમાણી કરતા હતા, આથી આજે આખા ગુજરાતમાં ધનસુખભાઈ ભંડેરી વીજુડીના નામે ફેમસ થઈને મોટી નામના મેળવી છે.

Post a Comment

Previous Post Next Post