રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના ત્રીજા દિવસે રશિયા આક્રમક બન્યું છે. રશિયાએ કીવ ઉપર કબ્જો જમાવ્યા બાદ યુક્રેનમાં અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓને હવે ભારત ફરીશું કે નહીં તેની ચિંતા સતાવી રહી છે. તે સાથે વડોદરા સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં રહેતા પરિવારજનો પણ પોતાના સંતાનોને લઇ ચિંતાતૂર બની ગયા છે.
પરિવારજનોને હવે ભારત સરકાર ઉપર પણ ભરોસો રહ્યો નથી. પરિવારજનોએ હવે પોતાના સંતાનો સહી સલામત રહે તે માટે ભગવાનનો આશરો લઇ રહ્યા છે.રશિયાએ યુક્રેનના કીવમાં કબ્જો જમાવી દેતા અભ્યાસ માટે ગયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ હવે થર..થર.. કાંપી રહ્યા છે.
Komal Rawal from Gujarat is stranded in Ukraine's capital Kyiv fears to leave her place as others who have went trying to escape are stuck in between left without food & water.@IndiainUkraine @MEAIndia @harshvshringla @DrSJaishankar @PMOIndia @narendramodi @AmitShah @CMOGuj pic.twitter.com/GFt6vuXwra
— Divyesh Trivedi (@DivyeshTrivedi_) February 26, 2022
વડોદરાની કોમલ રાવલે ચોંધાર આંસુએ રડતાં..રડતાં એક વીડિયો શેર કર્યો છે. ડૂસ્કાં ભરતી કોમલે જણાવ્યું છે કે, કદાચ આ મારો છેલ્લો વીડિયો પણ હોઇ શકે!, બની શકે કે કાલનો સૂરજ પણ હું જોઇ ન શકું. અત્યાર સુધી હિંમત રાખીને કલાકો પસાર કરતી હતી. પરંતુ, હવે હિંમત રહી નથી.
વડોદરાથી યુક્રેનમાં અભ્યાસ માટે ગયેલી કોમલ રાવલ નામની યુવતીનો 2.50 મિનિટનો હચમચાવી નાંખતો વીડિયો સામે આવ્યો છે. કોમલ રાવલે શેર કરેલા વીડિયોમાં તે રડતાં રડતાં જણાવી રહી છે કે, આજે પરિસ્થિતિ બહુ ખરાબ છે. તમે ચિંતા કરશો નહીં. અમે સેફ્ટી રાખી રહ્યા છે. મારા બધા ફ્રેન્ડ જતા રહ્યા છે. હું અત્યાર સુધી સ્ટ્રોંગ હતી. હવે સ્ટ્રોંગ રહેવાતું નથી. હવે સરવાઈવ કરવું મુશ્કેલ છે.
કારણ કે હવે અહીં બહું ખરાબ પરિસ્થિતિ છે. રશિયન આર્મી આવી ચૂકી છે. ખબર નથી કે આજ રાતનો માહોલ કેવો હશે. મને ખબર નથી કે, આજનો વીડિયો મારો છેલ્લો હશે. કાલનો સૂરજ જોઇ શકીશ કે નહીં? પરંતુ, મારા મિત્રોને દિલથી લવ કરું છું., મિસ યુ. કંઇ પણ થાય ટેન્શન લેશો નહીં. અન્ય સ્ટુડન્ટની હાલત પણ બહુ ખરાબ છે. ખાવા-પીવાનું મળતું નથી. બહાર નીકળવું મુશ્કેલ છે.