તિરંગા લઈને રશિયન બોર્ડર તરફ નીકળેલા સુમીમાં ફસાયા મેડિકલ સ્ટુડન્ટ્સ, બોલ્યા અંતિમ શબ્દ, વાંચીને જ આંખો ખુલી રહી જશે...

તિરંગા લઈને રશિયન બોર્ડર તરફ નીકળેલા સુમીમાં ફસાયા મેડિકલ સ્ટુડન્ટ્સ, બોલ્યા અંતિમ શબ્દ, વાંચીને જ આંખો ખુલી રહી જશે...

રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે 10 દિવસ પછી સુમી શહેરમાં ફસાયેલા ભારતીય મેડિકલ સ્ટુડન્ટ્સ પણ હવે એક નવા યુદ્ધ પર નીકળી પડ્યા છે. સ્ટુડન્ટ્સ ઈન્ડિયન એમ્બેસીની નિષ્ફળતાને જવાબદાર ગણાવીને ખુદ જ 45 કિમી દૂર રશિયન બોર્ડર તરફ નીકળી પડ્યા. સ્ટુડન્ટ્સે નીકળતા પહેલા બે વીડિયો પણ જારી કર્યા અને કહ્યું કે આ તેમનો અંતિમ મેસેજ છે. રસ્તામાં જો તેમને જીવનું જોખમ થાય છે તો તેના માટે સરકાર અને એમ્બેસી જવાબદાર હશે.

બીજીતરફ, એમ્બેસી હજુ પણ વિદ્યાર્થીઓને ધીરજ રાખવા અપીલ કરી રહી છે. જ્યારે, વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે તમામ ભારતીય વિદ્યાર્થીઓને સતર્ક અને સુરક્ષિતરહેવા માટે કહ્યું છે. વિદ્યાર્થીઓ કોઈ સુરક્ષિત જગ્યાએ રહે અને બીનજરૂરી જોખમ ન ઉઠાવે. વિદેશ મંત્રાલય અને અમારો દૂતાવાસ વિદ્યાર્થીઓનાં સતત સંપર્કમાં છે.

ભોજન ખતમ, વીજળી નહીં, કેવી રીતે રહેવું

આ વીડિયો જારી કરનારા સ્ટુડન્ટ સુમી સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીના અલગ-અલગ વર્ષના છે. તેમણે જંગ શરૂ થયા પછીથી જ અહીં બંકરોમાં આશરો લીધો હતો. તેમણે ખાવાપીવા માટેનો જે કંઈપણ સામાન એકત્ર કરી રાખ્યો હતો, એ ખતમ થવામાં છે.

એક ટાઈમ ખાઈને કોઈ રીતે દિવસ પસાર કરી રહેલા આ સ્ટુડન્ટ્સની ધીરજ ત્યારે ખૂટી, જ્યારે અહીંના પાવર પ્લાન્ટ પર રશિયાએ બોમ્બમારો કર્યો અને વીજળી ગુલ થઈ ગઈ. તેના કારણે પાણીની પણ મુશ્કેલી થવા લાગી, જેના પછી બરફ પીગળાવીને પાણીની વ્યવસ્થા કરવી પડી. તેને સંબંધિત વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર થયા.

સ્ટુડન્ટ્સ કહે છે કે વીજળી ન હોવાથી તેમના મોબાઈલ પણ ચાર્જ થઈ શકતા નથી અને હવે તેમના પોતાના જ પરિવારો સાથે સંપર્ક સંપૂર્ણપણે તૂટવાનું જોખમ પેદા થયું છે.

‘ઓપરેશન ગંગા મિશન સંપૂર્ણપણે ફ્લોપ માનવામાં આવશે’

વીડિયોમાં એક સ્ટુડન્ટે કહ્યું, ‘અમે સુમી સ્ટેટ યુનિવર્સિટીના વિદ્યાર્થી છીએ. આજે યુદ્ધનો દસમો દિવસ પૂરો થઈને 11મો દિવસ થયો. અમને જાણવા મળ્યું છે કે રશિયાએ યુક્રેનના મારિયાપોલ અને વોલનોખોવામાં સીઝફાયરનું એલાન કર્યુ છે. મારિયાપોલ સુમીથી 600 કિમી દૂર છે.

સવારથી અહીં સતત ગોળીબાર, બોમ્બમારો અને શેરીઓમાં લડાઈના અવાજો આવી રહ્યા છે. અમે ભયભીત છીએ. અમે ખૂબ રાહ જોઈ પણ હવે વધુ નહીં. અમે અમારી જિંદગી જોખમમાં મૂકી રહ્યા છીએ. અમે બોર્ડર તરફ જઈ રહ્યા છીએ.

જો અમને કંઈ થાય છે તો તેની પૂરેપુરી જવાબદારી ભારત સરકાર અને યુક્રેનમાં ભારતીય એમ્બેસીની હશે. અમારામાંથી જો કોઈને પણ કોઈ નુકસાન થાય છે તો મિશન ગંગા સંપૂર્ણપણે ફેઈલ માનવામાં આવશે.’

વીડિયોમાં એક અન્ય વિદ્યાર્થિની કહે છે, ‘સ્ટેટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો આ અંતિમ વીડિયો છે. અમે અમારૂં જીવન દાવ પર લગાવી રહ્યા છીએ અને બોર્ડરની તરફ જઈ રહ્યા છીએ. આપ અમારા માટે પ્રાર્થના કરો. સરકારને અનુરોધ છે કે અમને અહીંથી નીકળવામાં મદદ કરે.’

એવું જણાવાયું છે કે વીડિયો જારી કર્યા પછી સ્ટુડન્ટ્સનું આ દળ એક બસમાં સવાર થઈને રશિયન બોર્ડરની જેમ રવાના થઈ ગયા. તેના પરિવારો કહે છે કે આ સ્ટુડન્ટ્સ સાથે કોઈ સંપર્ક થઈ શકતો નથી. પેરેન્ટ્સે સરકારને અનુરોધ કર્યો છે કે કોઈ રીતે આ સ્ટુડન્ટ્સની ભાળ મેળવવામાં આવે. અધિકારીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવે અથવા રશિયાના અધિકારીઓ સાથે તેમના માટે વાત કરવામાં આવે

હરિયાણાના કૈથલના રહેનારા કીવ મેડિકલ યુનિવર્સિટીના ચોથા વર્ષના વિદ્યાર્થી પ્રણવ સિંહે જણાવ્યું હતું કે તે યુક્રેનની રાજધાની કીવથી બોર્ડર પાર કરીને ચેકોસ્લોવાકિયા પહોંચ્યા. બોર્ડર સુધી પહોંચવામાં તેમને કોઈ પ્રકારની મદદ ન મળી. ચેકોસ્લોવાકિયા બોર્ડર ક્રોસ કર્યા પછી ઈન્ડિયન એમ્બેસીના લોકો મળ્યા.

પ્રણવે કહ્યું કે યુક્રેનની સ્થિતિ ડરામણી છે. ઠેર ઠેર સૈનિકોની લાશો પડી છે. મારી સામે અનેક જગ્યાએ બ્લાસ્ટ થયા. જે ટ્રેનથી અમારે બોર્ડર સુધી જવાનું હતું, તેમાં ચઢવું આસાન નહોતું. લોકો ધક્કા મારીને અમને પાડી દેતા હતા. મોટાભાગના યુક્રેનના લોકોને જ ટ્રેનમાં ચઢવા દેવાતા હતા. ટ્રેનો ઓવરલોડ હોવાના કારણે પાટાઓને પણ જોખમ હતું. આને ધ્યાનમાં રાખીને ટ્રેનો ધીમી ગતિએ ચલાવાતી હતી. ચાર કલાકની સફર 20 કલાકમાં પૂરી થઈ.

Post a Comment

Previous Post Next Post