ગુજરાતના લોકપ્રિય સિંગર ગીતા રબારીને તો તમે જાણતા જ હશો. કચ્છી કોયલના નામથી જાણીતા ગીતાબેન રબારીએ સંગીતની દુનિયા પોતાની અલગ નામના મેળવી છે. ગીતા બેન રબારીએ પોતાના અવાજથી આખા ગુજરાતના લોકોનું દિલ જીતી લીધું છે. તમને જણાવી દઈએ કે ગીતા રબારીની આજની સફળતા પાછળ વર્ષોનો સંઘર્ષ છૂપાયેલો છે. પાંચ વર્ષ પહેલાં ‘રોણા શેરમા’ ગીતથી ધમાકો મચાવી રાતોરાત છવાઈ ગયેલી ગીતા રબારીના કાર્યક્રમોમાં આજે લાખો લોકોની ભીડ ઉમટી પડે છે. પોતાના સૂરીલા અવાજના જાદુથી લાખો લોકોના દીલમાં રાજ કરનાર ગીતા રબારી હાલમાં અમેરિકાની ટૂર ગયા છે.
ગુજરાતી ફિલ્મો સાથે સાથે હવે ગુજરાતી ગીત પણ ધૂમ મચાવવા લાગ્યાં છે. ગુજરાતી કલાકારના દમથી આખી દુનિયામાં ગુજરાતી ગીત છવાય ગયાં છે. ત્યારે કચ્છી કોયલના નામથી જાણીતી ગીતા રબારીનું ગીત રોણા શેરમાએ યૂ ટ્યૂબ પર ખૂબ ધૂમ મચાવી હતી. સાથે લોકગાયિકા ગીતા રબારીના અન્ય ઘણાં ગીતે ખૂબ ધૂમચાવી છે. તો આવો હવે જાણીએ…
વર્ષના અંતિમ દિવસે એટલે 31 ડિસેમ્બરના રોજ 1996માં કચ્છના તપ્પર ગામમાં ગીતા રબારીનો જન્મ થયો હતો. ગુજરાતી લોકગાયીકા ગીતા રબારીએ પાંચ ધોરણથી જ ગીત ગાવાનું શરૂ કર્યુ હતું. તેણે સંગીતનું શિક્ષણ નથી મેળવ્યું. 20 વર્ષની ઉંમરમાં તેને આખુ ગુજરાત ઓળખવા લાગ્યું. તેમ છતાં તેણે પોતાનું વ્હાલુ ગામ ન છોડ્યું.
તે આજે પણ પોતાના ગામમાં માતા-પિતા સાથે જ રહે છે. તેના માતા-પિતાનું એકમાત્ર સંતાના ગીતા રબારી ભજન, લોકગીત, સંતવાણી, ડાયરા જેવા લાઈવ પ્રોગ્રામ કરે છે. તેણે બે ગીત ગાય છે રોણ શેરમાં અને એકલો રબારી, આ બંને ગીતા આખા ગુજરાતમાં ખૂબ પ્રસિદ્ધ થયું છે. આ ઉપરાંત તેણે ગરબાના ઘણાં આલબમ પણ કર્યાં છે.
કેવી રીતે થઈ શરૂઆત
પોતાના સંગીત કરિયરની વાત કરતા ગીતા રબારીએ કહ્યું કે હું જ્યારે સ્કુલમાં હતી, ત્યારથી ગાઈ રહી છું. મારો અવાજ સારો હોવાના કારણે આડોસપાડોસના ગામ લોકો મને ગાવા માટે બોલાવતા. શરૂઆતમાં થોડી આર્થિક મદદ મળી જતી હતીં ધીમે ધીમે મારી ઓળખાણ વધતી ગઈ, ગત સમયમાં ગુજરાતના જાણીતા કલાકારો સાથે પણ લાઈવ પ્રોગ્રોમ આપી ચૂકી છું.
માતા-પિતાએ મને ક્યારેય અસક્ષમ ન સમજી
ગીતાબેન રબારીનું કહેવું છે કે મારી પ્રસિદ્ધિથી સૌથી વધું ખુશ મારી માતા છે. મારી મહેનત રંગ લાવી, આજે કચ્છ જ નહીં પરંતુ આખા ગુજરાતમાં મારૂ નામ છે. મે માત્ર દસ સુધી જ અભ્યાસ કર્યો છે, પરંતુ હવે પોતાનું સંપૂર્ણ ધ્યાન ગાવા પર આપી રહી છું. કચ્છી કોયલના નામથી ફેમસ થયેલા આખી દુનિયામાં જાણીતુ નામ બની ગયું છે.
ગીતા બેન રબારીના પરિવારમાં માતા-પિતા છે, અને બે ભાઈઓ પણ હતાં, પરંતુ તેમનું અકાળે અવસાન થયું હતું. આજે ગીતા બેન રબારીના કોઈ સગા ભાઈ નથી. આ વિષે તેમને સોસીયલ મીડિયા પર પોતાની વાત કરી મૂકી હતી.
ગીતા બેન રબારીએ આ વીડિયોમાં કહ્યું કે હું નાનપણથી મોટી થઇ ત્યારથી એક જ વાતની ખામી રહી કે મારો કોઈ સાગો ભાઈ નથી. ભાઈની ખોટ તેને જ ખબર પડે જેને ભાઈ ન હોય. આ વાતનું મને ખુબજ દુઃખ થતું હતું કે મારે કોઈ સગો ભાઈ નથી. પછી હું સંગીતના ક્ષેત્રમાં આવી અને માતજીએ મને આ લાઈનમાં ખ્યાતિ આપી અને સારું નામ આપ્યું છે.
સગા કરતા પણ સવાયા ભાઈઓ વધારે સાથ આપ્યો છે. તો પણ સગા ભાઈની તો ખોટ વર્તાય છે. વાત કરું તો મારા 23 થી 24 રાખડી ભાઈઓ છે અને મારા બધા ભાઈઓએ મને ખુબજ સપોર્ટ કર્યો છે અને ટેકો આપ્યો છે અને મને ખુબજ પ્રેમ કરે છે. આજે માતાજીએ મને આ સંગીત ક્ષેત્રમાં જે સફળતા આપી છે. એનાથી બધાનો દિલથી આભાર માનુ છુ.