પોલેન્ડ પહોંચનારી પહેલી ગુજરાતી યુવતીએ જણાવી હચમચાવી દે એવી કહાની, યુક્રેન સૈનિકે ચોટલા ખેંચ્યા અને અમારી….

પોલેન્ડ પહોંચનારી પહેલી ગુજરાતી યુવતીએ જણાવી હચમચાવી દે એવી કહાની, યુક્રેન સૈનિકે ચોટલા ખેંચ્યા અને અમારી….

યુક્રેનમાં યુદ્ધ ફાટી નીકળ્યા બાદ ભારતીય વિદ્યાર્થીઓ ગમે તેમ કરીને બોર્ડર ક્રોસ કરીને સલામત રીતે પોલેન્ડ પહોંચી રહ્યા છે. બોર્ડર પર યુક્રેન સૈનિકોનો અમાનવીય વ્યવહારનો ભોગ ભારતીય અને ગુજરાતી વિદ્યાર્થીઓને બનવું પડ્યું છે. યુક્રેનની બોર્ડર ક્રોસ કરવા માગતા ભારતીય વિદ્યાર્થીઓ સાથે મારકૂટ કરવામાં આવી હતી. એમાં સૌથી વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ હતા, હું 12 કલાક સુધી વિઝાની લાઈનમાં ઊભી રહી હતી. એક તબક્કે યુક્રેનની સેનાએ ભારતીય વિદ્યાર્થીઓના ચોટલા ખેંચી સામાનમાં તોડફોડ કરી હતી. દરેક ભારતીય વિદ્યાર્થી પાસેથી યુક્રેનના સૈનિકો 300 ડોલર માગતા હતા તેમજ બોર્ડરથી 25 કિમી દૂર અમને ખાનગી વાહનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા.’ આ શબ્દો છે પોલેન્ડ બોર્ડર પર પહોંચનાર પહેલી ગુજરાતી અને રાજકોટની યુવતી ક્રાંજ ગોસાઈના.

અમારી પાસે પીવાનું પાણી કે ખાવા માટે ભોજન નહોતું

પાંચ-છ દિવસના સંઘર્ષ બાદ પોલેન્ડથી રાજકોટ પહોંચેલી ક્રાંજ ગોસાઈએ યુક્રેન બોર્ડર પર જે અમાનવીય વ્યવહારનો ભોગ બનવું પડ્યું એની આપવીતી વર્ણવી છે. યુક્રેનની બોર્ડર પરથી પોલેન્ડ પહોંચનાર આ પહેલી ભારતીય વિદ્યાર્થિની હતી.

તેણે જણાવ્યું હતું કે રશિયાના હુમલા બાદ બીજા જ દિવસે ટરનીપોલથી બોર્ડર પર જવા આશરે 400 જેટલા ગુજરાતીઓ નીકળ્યા હતા. ખાનગી વાહનચાલકે બોર્ડર પર 25 કિમી દૂર ઉતારી મૂક્યા બાદ પગપાળા અમે બોર્ડર નજીક પહોંચ્યા હતા. આ સમયે અમારી પાસે પીવાનું પાણી પણ નહોતું. કડકડતી ઠંડીમાં બોટલમાં બરફ જામી જતો હતો. ખાવાની વસ્તુ ખૂટતાં ચોકલેટ ખાઈને દિવસો પસાર કર્યા હતા.

અમે આખી રાત પગપાળા ચાલીને ફર્સ્ટ ચેકપોસ્ટ પર પહોંચ્યા

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારત સરકાર દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને ઓપરેશન ગંગા હેઠળ પરત લાવવામાં આવી રહ્યા છે. રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રહેતી ક્રાંજ ગોંસાઈ સૌપ્રથમ પોલેન્ડ માર્ગેથી પરત ફરી છે. પરત ફરતાંની સાથે જ યુદ્ધની શરૂઆતથી લઈ પોતાના પરત ફરવા સુધીના દિલધડક અનુભવો વર્ણવ્યા હતા.

એમાં તેણે યુક્રેન ખાતેની હાલની પરિસ્થિતિનો સંપૂર્ણ ચિતાર રજૂ કર્યો હતો. ક્રાંજે વધુમાં જણાવ્યું હતું કે અમે આખી રાત પગપાળા ચાલીને ફર્સ્ટ ચેકપોસ્ટ પર પહોંચ્યા હતા. અહીં યુક્રેનના સૈનિકોએ કહ્યું હતું કે, ‘ઇન્ડિયન્સ આર નોટ એલાઉડ’…

ભયના ઓથાર હેઠળ જેમ તેમ રાત પસાર કરી

ક્રાંજના જણાવ્યા મુજબ, 24 ફેબ્રુઆરીથી અમારો અભ્યાસ ઓનલાઈન કરી દેવાયો હતો. અમને જણાવાયું હતું કે સાયરનનો અવાજ સંભળાય એટલે નજીકનાં શેલ્ટરમાં જતા રહેજો. જોકે અમને શેલ્ટર અંગેની જાણકારી નહીં હોવાથી અમે ત્યાંના લોકલ લોકોની પાછળ પાછળ પહોંચ્યા હતા. ત્યાં પણ મિસાઈલોના અવાજ સાંભળી ખૂબ જ ડરી ગયા હતા. ત્યાર બાદ સેફ હોવાનું જણાતાં અમે અમારા ઘરે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં પણ સતત ભયના ઓથાર હેઠળ જેમ તેમ રાત પસાર કરી હતી.

ટ્રાફિક હોવાથી બસનું આગળ જવું શક્ય નહોતું

ક્રાંજે વધુમાં જણાવ્યું હતું કે બીજા દિવસે અમે સ્વદેશ પરત ફરવાનું નક્કી કર્યું અને આ માટે બસ બુક કરાવવાનો નિર્ણય પણ વિદ્યાર્થીઓ દ્વારા સાથે મળીને લેવામાં આવ્યો હતો, પરંતુ આ બસે અમને બોર્ડરથી 25 કિમી દૂર છોડી દીધા હતા, કારણ કે ત્યાં આગળ ખૂબ જ ટ્રાફિક હોવાને કારણે બસ જવી શક્ય નહોતી છતાં માંડ માંડ અમે આ ચેકપોસ્ટ ક્લિયર કરી હતી. આ દરમિયાન અમારી પાસે ખાવા-પીવા માટેની પણ કોઈ સગવડ નહોતી. જોકે ત્યાં વિઝાની લાઈનમાં સારી વ્યવસ્થા હતી. ત્યાં એ લોકોએ મને પાણી અને નાસ્તો આપ્યો હતો, એથી એ લાઈનમાં હું 12 કલાક ઊભી રહી શકી હતી.

મારા અંકલના ઘરે પહોંચી તો તેણે મારો બહુ ખ્યાલ રાખ્યો

તેણે વધુમાં કહ્યું હતું કે મારા વિઝામાં સ્ટેમ્પ લાગતાં જ મેં મારા અન્ય મિત્રોને પણ જાણ કરી હતી. એથી બાદમાં માત્ર ગર્લ્સને પરવાનગી આપવામાં આવી હતી. જોકે પોલેન્ડમાં ઇન્ડિયન એમ્બેસી તરફથી કોઈ નહોતું, કારણ કે તેમને જાણ જ નહોતી કે આ બોર્ડર પરથી ભારતીય વિદ્યાર્થીઓને પ્રવેશ મળી રહ્યો છે. બાદમાં હું મારા ત્યાં રહેતા એક અંકલ બ્રિજેશ નંદાણીના ઘરે પહોંચી હતી, જેમણે મારો ખૂબ ખ્યાલ રાખ્યો હતો.

Post a Comment

Previous Post Next Post