પતિ સાથે અલ્પાબેન પટેલ ગયા છે આ ટાપુ પર ફરવા…ફોટો માં લાગે છે ખુબ સુંદર.. જુઓ

પતિ સાથે અલ્પાબેન પટેલ ગયા છે આ ટાપુ પર ફરવા…ફોટો માં લાગે છે ખુબ સુંદર.. જુઓ

ગુજરાતી સંસ્કૃતિના વિકાસમાં અનેક લોક કલાકારોએ મહત્વનો ફાળો આપ્યો છે. તેમાં એક આગળનું નામ અલ્પા પટેલ પણ છે. આજે અલ્પા પટેલ આખા ગુજરાતમાં જાણીતું નામ બની ગયું છે અને ગુજરાત માં તેમના લાખો ફેન્સ છે

લગ્ન પહેલા તેણે શાનદાર પ્રી-વેડિંગ ફોટોશૂટ પણ કરાવ્યું હતું જેની તસવીરો પણ સામે આવી હતી. થોડા સમય પહેલા અલ્પા પટેલની સગાઈ થઈ હતી. તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ હતી.

હાલ અલ્પાબેન પટેલ તેમના પતિ સાથે અંદામાન નિકોબાર ના પ્રવાસે છે જ્યાં લગ્ન પછી કામ માંથી બ્રેક લઇ ને સાથે વેકેશન માણવા ગયા છે ત્યારે ત્યાંથી તેમની સુંદર તસવીરો સામે આવી છે

તેમનું જીવન ઘણા સંઘર્ષોથી ભરેલું છે. ગાયિકા અલ્પાનો જન્મ વર્ષ 1989માં અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નાના મુંજીયાસર ગામમાં થયો હતો.1 વર્ષની ઉંમરે જ તેના પિતાને ગુમાવ્યા હતા, તે પછી તેનું જીવનનો નિર્વાહ કરવો ખૂબ જ મુશ્કેલ થઈ ગયો હતો.

ભાઈ અને માતાએ ખૂબ મહેનત કરી અને અલ્પા પટેલને ઘણો સાથ આપ્યો હતો. પહેલા કાર્યક્રમમાં અલ્પા પટેલને ખાલી 50 રૂપિયા મળતા હતા પરંતુ આજે અલ્પા પટેલ પર તેના કાર્યક્રમમાં પૈસા નો વરસાદ થાય છે.

આજે અલ્પા ડાયરા અને સંતવાણીના કાર્યક્રમ માટે રૂ. 1 લાખથી રૂ. 1.25 લાખની વચ્ચે ચાર્જ લે છે. ગુજરાતના અનેક શહેરો સિવાય મુંબઈ જેવા શહેરમાં પણ તેના ઘણા કાર્યક્રમો કરી ચૂકેલા અલ્પાબેન પટેલનો સતત 10 કલાક ગાવાનો રેકોર્ડ પણ બનેલો છે.

Post a Comment

Previous Post Next Post