કોણ છે સુરત નો કુખ્યાત ડોન સજ્જુ કોઠારી.. ગુજરાત નો પેહલો કિસ્સો છે જેમાં એક જ આરોપી…જાણો

કોણ છે સુરત નો કુખ્યાત ડોન સજ્જુ કોઠારી.. ગુજરાત નો પેહલો કિસ્સો છે જેમાં એક જ આરોપી…જાણો

સુરતમાં નાનપુરા વિસ્તારની જમરૂખ ગલીમાં રહેતા કુખ્યાત આરોપી સજ્જુ કોઠારીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ગઇકાલે ધરપકડ કરવામાં આવી હતી. સુરતનો સજજુ કોઠારી એ ગુનાહિત ઇતિહાસ ધરાવતો રીઢો ગુનેગાર છે. કુખ્યાત અને માથાભારે સજજુ કોઠારીને પાઠ ભણાવવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓપરેશન શરૂ કરાયું હતું. જેના ભાગરૂપે તેને ઘરમાં જે રીતે તે છુપાયો હતો. ખૂબ જ ચતુરાઈપૂર્વક છતાં પણ પોલીસે પોતાની બાતમીના આધારે તેના ઘરેથી ઝડપી પાડયો છે.

અગાઉ રાંદેર અને અઠવા પોલીસે ખંડણીના ગુનામાં સજ્જુ કોઠારીની ધરપકડ કરી હતી. 28મી જાન્યુઆરીએ જામીન પર છુટતા પોલીસે અટકાયતી પગલા માટે સજ્જુને જેલની બહારથી પકડતા તેનો ભાઇ અને સાગરિતો પોલીસ સાથે માથાકૂટ કરી ભગાવી ગયા હતા. 35 ગુનાનો આરોપી પહેલીવાર સુરત તેના ઘરેથી જ ઝડપાયો હતો. અગાઉ નાગપુર અને મુંબઈથી પકડાયો હતો.

સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું કે, સાજીદ ઉર્ફે સજ્જુ કોઠારી ઝડપી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓપરેશન શરૂ કરાયું હતું. જ્યારે અજુના ઘરે પોલીસની ટીમ પહોંચી હતી. ત્યારે હજુ ઘરમાં ન હોવાનું તેમના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું. પરંતુ પોલીસને જે પ્રકારની માહિતી મળી હતી. તે પ્રમાણે તેના ઘરમાં સર્ચ ઓપરેશન શરૂ કરતાં સજ્જુ એક નાના ગુપ્ત રૂમની અંદરથી મળી આવ્યો હતો. પોલીસની ટીમે તેને ઘરમાંથી ધરપકડ કરીને આજે સુરત કોર્ટની અંદર રજૂ કર્યો હતો. જ્યાં 12 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સજજુ કોઠારીને બાર દિવસ દરમિયાન ખૂબ જ ઉંડાણપૂર્વકની પૂછપરછ કરવામાં આવશે.

સાજીદ ઉર્ફે સજ્જુ કોઠારી ઉપર અનેક કેસો દાલ થઇ ચુક્યા છે. ગુજસીટોક અમલમાં આવ્યો છે. ત્યારથી ગુજરાતનો આ પહેલો કિસ્સો છે કે, એક જ વ્યક્તિ સામે બે વખત ગુજસીટોકનો ગુનો દાખલ કરાયો હોય. કુખ્યાત આરોપી સજ્જુ કોઠારીએ સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરી RCCનું બાંધકામ કરી લોખંડનો મસમોટો ગેટ બનાવી દીધો હતો. સજ્જુએ 7520 ચો.મીટર જેટલી સરકારી જમીન પર દબાણ કર્યુ હતું.

રસ્તાઓ પર પણ દબાણ કરીને તેણે બારાહજારી મહોલ્લા તરફનો ગેટ કાયમ માટે બંધ કરી દીધો હતો અને જમરૂખગલીના ગેટ તરફ સિક્યુરિટી ગાર્ડ તેનાત કર્યો હતો. આ બાબતે કલેકટરમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેના આધારે સિટી સરવે સુપરિન્ટેન્ડન્ટે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ આપતાં સજ્જુ ગુલામ મુહમ્મદ કોઠારીની સામે લેન્ડગ્રેબિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

સજ્જુ કોઠારી પાસેથી કાપડ વેપારીએ ધંધા માટે 4 ટકા માસિક વ્યાજે લીધેલા 14 લાખ ચુકવી ન શકતા તેને મારી નાખવાની ધમકી આપી હતી. ટપોરીના ડરથી વેપારીએ ધંધો બંધ કરી રિક્ષા ચલાવવાનું શરૂ કરી દીધું. આ કેસમાં પણ સજ્જુ સહિત બે સામે ગુનો નોંધાયો હતો. સજ્જુ એ બિલ્ડર આરિફ કુરેશી પાસે ખંડણી પેટે 7.60 લાખ રોકડ પડાવ્યા હતા. બિલ્ડરે સજ્જુ પાસેથી વ્યાજે લીધેલા 60 લાખના 72 લાખ ચૂકવી દેવા છતાં તે રૂપિયા માંગતો હતો. આ કેસમાં પણ સજ્જુ સહિત 4 સામે ગુનો નોંધાયો હતો.

Post a Comment

Previous Post Next Post