ઉનાળાની હજુ તો શરૂઆત જ થઇ છે અને એક પછી એક એમ આપણા ગુજરાતી કલાકરો વિદેશમાં ફરવા માટે નિક્ળ્યા છે. પહેલાનો સમય આ બધા જ કલાકારો માટે ખુબ જ સંઘર્ષ ભર્યો હતો અને એટલે જ હાલમાં અહીંયા સુધી મોટી સફળતાઓ મેળવી છે.
આ કલાકારોને પહેલા હજારો રૂપિયા ફી મળતી હતી, અને હાલમાં તેમના સંઘર્ષથી લાખો રૂપિયા ફી લે છે.હાલમાં ગીતાબેન રબારી વિષે વાત કરીએ તેઓએ અહીંયા સુધી પહોંચવા માટે તેમના જીવનમાં ઘણા વર્ષો સુધી મહેનત કરી છે અને અંતે સફળતા મળી છે.
થોડા વર્ષો અગાઉ તેમનું એક ગીત આવ્યું હતું જેનું નામ રોણા શેરમાં અને આ ગીતથી તેઓ આખા ગુજરાતભરમાં છવાઈ ગયા હતા. ત્યાર પછી તેમના કાર્યક્રમમાં આજે ખુબ જ મોટી સંખ્યામાં લોકો હાજર રહે છે.
હાલમાં તેઓ તેમના પતિ સાથે અમેરિકાના પ્રવાસે ગયા છે અને થોડા દિવસો તેઓ ત્યાં રહીને પસાર કરશે, તેઓએ ત્યાં જતી પહેલા કેટલાક ફોટાઓ પણ શેર કર્યા હતા અને તેમના ચાહક મિત્રો આ જોઈને ખુશ પણ થયા હતા. તેઓ હાલમાં અમેરિકામાં મઝા કરી રહ્યા છે અને ત્યાંથી ચાહક મિત્રોને એક વિડિઓ પણ શેર કર્યો હતો.
જેમાં ગીતા બહેન રબારી ત્યાં બરફની વચ્ચે ગરબા કરી રહ્યા છે અને તેમના પ્રવાસની મઝા માણી રહ્યા છે. યુએસમાં બરફ પડેલો છે અને એવામાં ગીતા બહેન રબારી ત્યાં ગરબા કરતા જોવા મળી રહ્યા છે. એક પછી એક એમ આપણા ગુજરાતી કલાકારો વિદેશમાં ફરવા જાય છે અને તેમના જીવનની પળોમાં આ ખાસ પળોને યાદ કરે છે.