દુશ્મન દેશોની યાદી / રશિયાએ પોતાના દુશ્મન દેશોની લિસ્ટ કરી જાહેર, અમેરિકા-યુક્રેન સહિત 31 દેશ સામેલ

દુશ્મન દેશોની યાદી / રશિયાએ પોતાના દુશ્મન દેશોની લિસ્ટ કરી જાહેર, અમેરિકા-યુક્રેન સહિત 31 દેશ સામેલ

રશિયા અને યુક્રેન યુદ્ધનો આજે 12મો દિવસ છે. બંને દેશોની સેનાઓ વચ્ચે સંઘર્ષ જારી છે. આજે આંતરરાષ્ટ્રીય કોર્ટ (ICJ) માં પણ રશિયા અને યુક્રેનને લઈ સુનાવણી જારી છે. આ સુનાવણીથી રશિયાએ અંતર જાળવ્યું છે. રશિયા તરફથી કોઈ પણ પ્રતિનિધિ ત્યા નથી પહોંચ્યો. આ વચ્ચે ચીનની મીડિયાએ દાવો કર્યો કે રશિયાએ તેના દુશ્મન દેશોની યાદીને મંજૂરી આપી દીધી છે. તેમા અમેરિકા, યુક્રેન સહિત 31 દેશ સામેલ છે.રશિયાના દુશ્મન દેશોની યાદી

ચીની મીડિયા CGTN એ દાવો કર્યો કે રશિયાએ પોતાના દુશ્મન દેશોની યાદીને મંજૂરી આપી દીધી છે. આ યાદીમાં યુક્રેન સિવાય અમેરિકા, બ્રિટન, જાપાન અને યૂરોપિયન યૂનિયનના સભ્ય દેશ સામેલ છે. યૂરોપિયન યૂનિયનમાં 27 દેશ છે.

વડાપ્રધાન મોદીએ પુતિન સાથે કરી વાતચીત

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 12મો દિવસ છે. વૈશ્વિક દબાણ અને તમામ પ્રકારના આકરા પ્રતિબંધો છતાં રશિયા તરફથી હુમલા વધુ તેજ બની રહ્યા છે. તે સતત યુક્રેનના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે. આ કારણે સમગ્ર વિશ્વના દેશોને લોકોની નિકાસી કરવામાં મુશ્કેલી પડી રહી છે.

વડાપ્રધાન મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે 50 મિનિટ લાંબી વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે સીધી વાતચીત કરવા આગ્રહ કર્યો હતો. રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનના સુમિ શહેરમાંથી ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવામાં સહયોગ આપવા આશ્વાસન આપ્યું હતું. તેના પહેલા વડાપ્રધાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે આશરે 35 મિનિટ સુધી વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદી અને ઝેલેન્સ્કીએ યુક્રેનમાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી અને તેના અલગ અલગ આયામો પર વિચારણા કરી હતી.

રશિયાએ ગત 24 ફેબ્રુઆરીના રોજ યુક્રેન પર હુમલાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ પ્રથમ વખત 26 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન મોદીએ ફોન પર ઝેલેન્સ્કી સાથે વાતચીત કરી હતી. ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરૂદ્ધ જે મતદાન થયું તેનાથી અંતર જાળવ્યું હતું. આ કારણે ઝેલેન્સ્કીએ વડાપ્રધાન મોદીને કહ્યું હતું કે, ભારત યુક્રેનને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સમર્થન આપે. જોકે ભારત આ મામલે કોઈ પણ એક પક્ષનો સાથ આપવાથી બચી રહ્યું છે. તેણે યુદ્ધના સમાધાન માટે કૂટનીતિને જરૂરી ગણાવી છે. ભારતે યુક્રેન યુદ્ધની નિંદા કરી છે અને સાથે જ રશિયા વિરૂદ્ધ મતદાનથી પણ અંતર જાળવ્યું છે.

Post a Comment

Previous Post Next Post