દાનવીર સવજીભાઈ ધોળકિયા એ મહેસાણા ની આ દીકરી ને આપ્યું મોટું ઈનામ...જાણો...

દાનવીર સવજીભાઈ ધોળકિયા એ મહેસાણા ની આ દીકરી ને આપ્યું મોટું ઈનામ...જાણો...

મહેસાણાની બેડ મિન્ટન સ્ટાર તસ્નીમ મીરની આંતરરાષ્ટ્રીય સિધ્ધિઓથી પ્રભાવિત થઇ ને રાજયના ઉચ્ચ અધિકારીઓ અને સુરતના ઉદ્યોગપતિઓએ આર્થિક રીતે સહાય આપવા મદદરૂપ બન્યા છે. તસ્નીમ મીર વિશ્વની નંબર 1 અન્ડર19 ખેલાડી છે. તેમને આર્થિક સહયોગ આપતા સુરતના ઉદ્યોગપતિ પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયાએ તસ્નીમ માટે રૂ.11 લાખ જમા કરાવ્યા છે.

સુરતના પૂર્વ કલેકટર અને હાલમાં ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ એસ.પટેલ, આઈજી અભય ચુડાસમા અને મહેસાણા જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે સુરતના સવજીભાઈ ધોળકીયાનું આ અંગે ધ્યાન દોર્યું હતું. તેથી સવજીભાઈ એ રૂ. 11 લાખનું પ્રોત્સાહક ઈનામ આપ્યું હતું.

તસ્નીમના પિતા ગુજરાત પોલીસમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર છે. 16 વર્ષની તસ્નીમ BWF અંડર-19 મહિલા સિંગલ્સમાં વિશ્વની નંબર વન ખેલાડી બનનાર પ્રથમ ભારતીય છે. તસ્નીમે જુનિયર ઈન્ટરનેશનલ લેવલે ચાર ટાઈટલ જીત્યા છે. જેમાં બલ્ગેરિયન જુનિયર ચેમ્પિયનશીપ, અલ્પેસ ઈન્ટરનેશનલ અને બેલ્જિયન જુનિયર્સનો સમાવેશ થાય છે.

તસ્નીમને 11 લાખ રૂપિયા નું પુરસ્કાર આપનાર સવજીભાઈ ધોળકિયા હરિકૃષ્ણ ડાયમંડ કંપનીના માલિક છે. તેમનો જન્મ અમરેલી જિલ્લાના એક ગામમાં થયો હતો. 13 વર્ષની ઉંમરે તેઓ સુરત આવ્યા હતા અને એક કારખાનામાં નોકરી કરતા હતા. તેમણે લગભગ 10 વર્ષ સુધી હીરા ઘસવાનું કામ કર્યુ હતું.

આ ક્ષેત્રનો અનુભવ મળ્યા પછી તેમણે મિત્રો સાથે મળીને ઘરમાં જ કામની શરુઆત કરી હતી. આજે સવજીભાઈ 50 દેશોમાં સપ્લાય કરે છે. વિશ્વના 5000 જેટલા શોરુમમાં ક્રિષ્ણા બ્રાન્ડના ડાયમંડના ઘરેણાં ઉપલબ્ધ છે. અને હાલમાં જ સવજીભાઈ ને પદ્મશ્રી એવોર્ડ દ્વારા નવાજવામાં આવ્યા છે.

સવજીભાઈ વ્યાપાર ની સાથે ઘણા સામાજિક કર્યો કરવામાં પણ રુચિ ધરાવે છે. તેઓએ ધોળકિયા ફાઉન્ડેશન સાથે મળીને અત્યાર સુધીમાં કુલ 21 લાખ વૃક્ષો વાવ્યા છે અને 75 જેટલા તળાવ તૈયાર કર્યા છે. સવજીભાઈ નો સંકલ્પ છે કે તેમને હજુ 100 તળાવ તૈયાર કરવા છે.

Post a Comment

Previous Post Next Post