સૌ જાણીએ જ છીએ કે, તુલસીનો છોડ લગભગ બધાના ઘરે હોય છે. હિન્દુ ધર્મમાં તુલસીનું ખૂબ મહત્વ છે. તુલસીનો છોડ મા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુને તુલસી ખુબ જ પ્રિય છે. અસંખ્ય કાળથી તુલસીનો ઉપયોગ ઘણી આયુર્વેદિક દવાઓમાં થાય છે.
તુલસીનો છોડ તેના ધાર્મિક મહત્વને કારણે દરેક હિન્દુ પરિવારમાં રાખવામાં આવે છે. તેની પાછળ એક કહેવત પણ છે કે જે મકાનમાં તુલસીનો છોડ છે તે પૂજા સ્થાન છે અને તે ઘરમાં ક્યારેય નકારાત્મકતા ઉર્જા કે ગરીબી આવતી નથી.
આમ ઘરે તુલસીનો છોડ રાખવો ખૂબ જ શુભ છે. તુલસીમાં લક્ષ્મી દેવી વસે છે. એવું માનવામાં આવે છે કે જો તુલસીના છોડની પૂજા દરરોજ સવારે કરવામાં આવે તો ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. ધનની દેવી માં લક્ષ્મીની કૃપા હમેશાં તમારા પર બની રહે છે.
આજે આ લેખમાં એ વસ્તુ વિષે વાત કરી છે કે જે તુલસીના છોડને પાણી આપતી વખતે તેમાં ઉમેરી દેવી જોઈએ આ તમને ખુબ જ ધનવાન પણ બનાવી શકે છે, તો ખાસ જાણીલો આ વસ્તુ વિષે તમે પણ…
તુલસીને લગતી કેટલીક વિશેષ બાબતોને ધ્યાન રાખવું પણ ખૂબ મહત્વનું છે. તો જ આપણને શુભ પરિણામો મળે છે. જો તુલસીનો છોડ તમારા ઘરમાં સુકાઈ જાય છે, તો તરત જ તુલસીનો બીજો નવો છોડ એ જ જગ્યાએ વાવવો જોઈએ. અથવા તુલસીના દાણા એક જ વાસણમાં નાખવા જોઈએ. જેથી થોડા દિવસોમાં તુલસીના નવા છોડ ઉગી શકે.
તુલસીના પાનનું સેવન કરતી વખતે, એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ પાંદડા ક્યારેય ચાવવા ન જોઈએ. તેના કરતાં તુલસીના પાન ગળીને ખાવા જોઈએ. તુલસીના પાન ઘણા રોગોમાં ફાયદાકારક છે.
આજે અહી જે વસ્તુ વિષે વાત કરી છે એ છે ફૂલ અથવા તો ચોખા.
માં તુલસીને પાણી આપતી વખતે તેમાં ફૂલ અથવા તો થોડા ચોખા નાખીને તુલસીના છોડને એ પાણી અર્પણ કરવું ખુબ જ શુભ માનવામાં આવે છે, આનાથી માં લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર બની રહે છે અને આ સાથે સાથે તેમની કૃપાથી પરિવારમાં પણ ખુબ જ સુખ અને શાંતિ બની રહે છે. આ સકારાત્મકતામાં વધારો કરશે. સાથે જ ઘરમાં પણ સમૃદ્ધિ આવશે.
ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રીહરિ વિષ્ણુની ઉપાસના પણ તુલસીજી વિના અધૂરી માનવામાં આવે છે. તુલસીના પાન ક્યારેય વાસી નથી હોતા. ઘણા દિવસના વિરામ પછી પણ તેઓને પૂજામાં શામેલ કરી શકાય છે. તુલસીને વિષ્ણુ પ્રિય પણ માનવામાં આવે છે.
આ દિવસે ન તોડવા જોઈએ તુલસીના પાન
એકાદશી, સૂર્યગ્રહણ, રવિવાર, ચંદ્રગ્રહણ, દ્વાદશી, સંક્રાંતિ અને સાંજે તુલસીના પાન તોડવા ખુબ જ અશુભ માનવામાં આવે છે, આમ કરવાથી તમારે ઘણી બધી સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે. ધ્યાનમાં રાખો કે તુલસીના પાન હંમેશાં સવારે તોડવા જોઈએ. બીજા કોઈ પણ સમયે તુલસીના પાન તોડવા યોગ્ય માનવામાં આવતા નથી.
તુલસીના પાન સ્નાન કર્યા વિના તોડવા ન જોઈએ. શાસ્ત્રો અનુસાર જો કોઈ વ્યક્તિ સ્નાન કર્યા વિના તુલસીના પાન તોડે છે, તો આવા પાંદડાઓ ભગવાન દ્વારા પૂજામાં સ્વીકારવામાં આવતા નથી. વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ છે કે રવિવારે તુલસીના પાન ન તોડવા જોઈએ.