પીપળાના વૃક્ષ પાસે રાખી દો એક મુઠ્ઠી ચોખા, ઘરમાં ગરીબી કાયમ માટે થઈ જશે દૂર.

પીપળાના વૃક્ષ પાસે રાખી દો એક મુઠ્ઠી ચોખા, ઘરમાં ગરીબી કાયમ માટે થઈ જશે દૂર.

વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર પીપળાના ઝાડ ઉપર જળ અર્પણ કરવું જોઇએ. મિત્રો જો તમારા ઘરમાં ધનની સમસ્યા છે પીપળા સાથે આ ઉપાય કરો.

મિત્રો આપણા દેશમાં હિંદુ સંસ્કૃતિમાં પૂજા-આરાધનાનું ખૂબ જ મહત્વ રહેલું છે. હિન્દુ સંસ્કૃતિમાં રહેલા વ્યક્તિઓ સવાર અને સાંજે પૂજાપાઠ કરે છે. આપણા દેશમાં એવી ઘણી વસ્તુઓ રહેલી છે જેને પવિત્ર ગણીને પૂજન કરવામાં આવે છે. તેમાં દેવી-દેવતાઓનો વાસ રહેલો હોય છે. 

આપણા દેશમાં હિંદુ સંસ્કૃતિમાં ઝાડને પૂજન કરવામાં આવે છે. હિન્દુ સંસ્કૃતિમાં ઘણા એવા ઝાડ છે જેને પૂજવામાં અને પરિક્રમા કરવામાં આવે છે. પીપળા અથવા કોઈપણ પવિત્ર વૃક્ષની પરિક્રમા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. મિત્રો શાસ્ત્રોમાં પરિક્રમાને પ્રદક્ષિણા કહેવામાં આવે છે. 

મિત્રો પીપળાની ફરતે પ્રદક્ષિણા કરવાથી ખૂબ જ મોટો લાભ થાય છે. માનવામાં આવે છે કે પીપળાને ફરતે 108 વખત પ્રદક્ષિણા કરવામાં આવે તો મનની ઈચ્છા પૂર્ણ થાય છે. મિત્રો પીપળાના ઝાડનો છાયડો લેવાથી મન ખૂબ જ શાંત રહે છે. મિત્રો જે કોઈ પણ વ્યક્તિ પીપળાના ઝાડની પરિક્રમા કરે છે તેનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે છે. 

શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યુ છે કે પીપળાના ઝાડની અંદર ભગવાન શ્રીકૃષ્ણ અને બીજા બધા દેવી-દેવતાઓનો પણ વાસ રહેલો છે. પીપળાના ઝાડની પરિક્રમા કરવાથી સર્વ દેવી દેવતા આપણા ઉપર પ્રસન્ન થાય છે. પ્રાચીન સમયમાં લોકો દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે પીપળાના ઝાડની પૂજા કરતા હતા. 

જો તમારા ઘરમાં ધનની કમી રહેતી હોય તો પીપળાના ઝાડની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી તમારા ઉપર પ્રસન્ન થાય છે. અને આવુ કરવાથી ગરીબી દૂર થાય છે. જે કોઈ પણ વ્યક્તિના ઘરમાં ગરીબી અને આર્થિક સ્થિતિ સારી નથી તેવા લોકોએ ભાદરવી પૂનમના દિવસે પીપળાની ફરતે જળ અર્પણ કરવું જોઇએ.

જો તમે તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ ઇચ્છો છો તો તેના માટે તમારે પીપળાના ઝાડની ફરતે પ્રદક્ષિણા કરવી જોઈએ. પીપળાના ઝાડ ઉપર એક મુઠ્ઠી ચોખા અર્પણ કરી દો. એક મુઠ્ઠી ચોખા અર્પણ કરવાથી તમારા જીવનમાં જો કોઈ મુશ્કેલી કે સમસ્યા હશે તે દૂર થઈ જશે. 

જો કોઈ વ્યક્તિને શનિની દશા સારી ચાલી રહી ન હોય તો તેને પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ. ત્યાર પછી પીપળાના વૃક્ષની 11 વખત પ્રદક્ષિણા કરવી જોઈએ તેનાથી શનિની ખરાબ અસર દૂર થશે. પીપળાની પૂજા અથવા પ્રદક્ષિણા કરવાથી ઘર-પરિવારમાં સુખ-શાંતિ અને વૈભવમાં વધારો થાય છે.

Post a Comment

Previous Post Next Post