પર્સમાં રાખી લો આ એક વસ્તુ, સાત પેઢી સુધી નહી ખૂટે અન્ન અને ધન…

પર્સમાં રાખી લો આ એક વસ્તુ, સાત પેઢી સુધી નહી ખૂટે અન્ન અને ધન…

પૈસાથી ખુશી તો નથી ખરીદી શકાતી પરંતુ જો તમારી પાસે પૈસા છે તો તમે આરામથી જીંદગી વિતાવી શકો છો. પૈસાથી તમે તમારા પરિવારને ખુશ રાખી શકો છો. આજે અમે તમને જણાવીશું કે પર્સમાં આ એક વસ્તુ રાખવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર વરસી રેહશે.

રુપિયા સાથે રાખો આ ચીજો

જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે પીપળાના પાનને અભિમંત્રિત કરીને શુભ મૂર્હુત જોઇને તેને તમારા પર્સમાં રાખો, આવું કરવાથી તમારે જીવનમાં ક્યારેય કંગાળ પરિસ્થિતિનો સામનો નહી કરવો પડે.

લાલ રંગનો કાગળ

કહેવામાં આવે છે કે લાલ રંગનો કાગળ હોય તેના પર પોતાની ઇચ્છા લખી રેશમી દોરાથી બાંધીને પર્સમાં રાખવાથી તમારી ઇચ્છા જલ્દી જ પૂરી થશે.

મા લક્ષ્મીની તસવીર

જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિએ પર્સમાં માતા લક્ષ્મીની તસવીર રાખવી જોઇએ. તે ફોટોમાં માતા લક્ષ્મીની બેઠી મુદ્રા હોય તો વધારે સારું, જેથી તમારા પર્સમાં ક્યારેય પણ પૈસાની કમી નહી થાય.

ગોમતી ચક્ર અને આ નોટ

કહેવાય છે કે માતા પિતા તરફથી આશીર્વાદમાં મળેલી નોટ હંમેશા પર્સમાં રાખવી જોઇએ, તે સિવાય કોડી કે ગોમતી ચક્ર પર્સમાં રાખવાથી પૈસાની અછત થતી નથી.

ચોખાના દાણા

આપણે સૌ જાણીએ છીએ કે ચોખાના દાણાને હિન્દુ ધર્મમાં ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. જો તમે પર્સમાં ચપટી ચોખાના દાણા રાખશો તો તેમાં બરકત આવશે.

Post a Comment

Previous Post Next Post