સનાતન ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તુલસી વિષ્ણુને પ્રિય કહેવાય છે. એવી માન્યતા છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય ત્યાં ભગવાનનો વાસ હોય છે અને વાસ્તુ દોષ દૂર થાય છે. આ સિવાય તુલસી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તુલસીના પાનનો ઉપયોગ આયુર્વેદમાં તમામ રોગોને દૂર કરવા માટે કરવામાં આવે છે.
સાથે જ જો મૃત્યુ સમયે તુલસીનું પાન કોઈના મોઢામાં મૂકી દેવામાં આવે તો તે વ્યક્તિને નરકમાંથી મુક્તિ મળે છે અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે તુલસીનો આ પવિત્ર છોડ તમારી આર્થિક સ્થિતિ પણ સુધારી શકે છે? જ્યોતિષ મુજબ તુલસીના કેટલાંક ઉપાય કરવાથી તમારા ઘરની આર્થિક સ્થિતિ સુધરી શકે છે અને તમે ધનવાન બની શકો છો. જાણો કેવી રીતે!
તુલસીના આ ઉપાય તમને બનાવશે કરોડપતિ
તુલસીના છોડનું મૂળ ચાંદીના લોકેટમાં મુકો અને તેને તમારા ગળામાં ધારણ કરો છો તો નવગ્રહ દોષ દૂર થાય છે. કિસ્મતના દ્વાર ખુલી જાય છે અને વ્યક્તિ માટે ધન લાભની ઘણી તકો ઉભી થાય છે. આવી સ્થિતિમાં, જો તે વ્યક્તિ સખત મહેનત કરે છે, તો તેને દરેક કામમાં સારો નફો મળે છે અને તેની દરિદ્રતા થોડા સમયમાં જ દૂર થઈ જાય છે.
જો નોકરી ગુમાવવાનો ડર હોય અથવા પ્રમોશન ન થઇ રહ્યું હોય તો ગુરુવારે તુલસીના છોડને પીળા કપડામાં બાંધીને તમારા કાર્યસ્થળ પર રાખો અને સોમવારના દિવસે 16 તુલસીના બીજ લો અને તેને સફેદ કપડામાં બાંધીને ઓફિસની નજીક જમીનમાં દાટી દો. આ તમારી નોકરી તો બચાવશે જ, પણ તમને પ્રમોશન પણ મળી શકે છે.
એકાદશી, ગુરુવાર અથવા કોઈપણ શુભ દિવસે તુલસીની પૂજા કરો. આ પછી, તુલસીના પાન લો અને તેને તમારા પર્સ, તિજોરી અથવા જ્યાં પૈસા રાખવામાં આવે છે તે સ્થાને રાખો. આ પાન પોતાની તરફ ધનને આકર્ષિત કરે છે. પૈસાની અછત ટૂંક સમયમાં દૂર થશે.
જો ધંધો સારી રીતે ન ચાલતો હોય તો તુલસીના પાનને 3 દિવસ સુધી પાણીમાં ડુબાડી રાખો. આ પછી, કાર્યસ્થળના દરવાજા અને જ્યાં પૈસા રાખવામાં આવે છે અને ત્યાં આ પાણી છાંટો. ધંધો થોડા સમયમાં ચાલવા લાગશે અને તમે કરોડપતિ બનવા લાગશો.
દરરોજ તુલસીને જળ અર્પણ કરવા અને તેની સમક્ષ દીવો પ્રગટાવવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેનાથી દુર્ભાગ્ય દૂર થાય છે અને તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. અટવાયેલા કામ પણ થવા લાગે છે અને ઘરમાં પૈસાનો વરસાદ થવા લાગે છે. બીજી બાજુ, તુલસીના મૂળની માટી લઈને તેને રોજ કપાળ પર લગાવવાથી વ્યક્તિનું મન શાંત અને નિર્મળ બને છે અને તેની આકર્ષણ શક્તિ વધે છે. આવી વ્યક્તિ સરળતાથી કોઈને પણ પ્રભાવિત કરી શકે છે.
જો ઘરના કોઈપણ સભ્ય નજર દોષ કે અડચણોથી પરેશાન હોય, તો 7 તુલસીના પાન અને 7 કાળા મરી લો અને વ્યક્તિને ઉપરથી નીચે સુધી 21 વાર ઉતારો. આ દરમિયાન તમારા મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ: મંત્રનો જાપ કરો. ત્યાર પછી, વ્યક્તિને ચાવવા માટે કાળા મરી આપો અને તેને તુલસીના પાંદડા ગળી જવા માટે કહો. પછી તેને ઉંધા સૂવડાવી દો અને 7 વખત કપડાથી તેને ઝાપટ મારો. આમ કરવાથી મોટામાં મોટી સમસ્યા દૂર થઇ જશે.
(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આ માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)