આ 4 વસ્તુઓ ઘરમાં રાખવાથી ક્યારેય નહિ થાય પૈસાની અછત, વાંચો વાસ્તુશાસ્ત્રમાં વર્ણવેલ માન્યતા...

આ 4 વસ્તુઓ ઘરમાં રાખવાથી ક્યારેય નહિ થાય પૈસાની અછત, વાંચો વાસ્તુશાસ્ત્રમાં વર્ણવેલ માન્યતા...

આજના સમયમાં દરેક વ્યક્તિ ખુશીઓથી ભરપૂર જીવન જીવવા માંગે છે. સારું જીવન જીવવા માટે પૈસાની જરૂર છે. કેટલાક લોકોને થોડી મહેનતથી પણ મા લક્ષ્મીનો સાથ મળી જાય છે તો કેટલાક લોકો સખત મહેનત પછી પણ મા લક્ષ્મીને પ્રસન્ન કરી શકતા નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મા લક્ષ્મી ઘરમાં રહેલી ઘણી વસ્તુઓને કારણે નારાજ થઈ જાય છે. જાણો, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં આ વસ્તુઓ રાખવાથી થાય છે માતા લક્ષ્મી થાય છે પ્રસન્ન...

1. ઘોડાની નાળ- ઘોડાની નાળ પર લીંબુ મરી લગાવીને ઘરના દરવાજાની વચ્ચે લટકાવી દો. કહેવાય છે કે આમ કરવાથી ઘરને કોઈ જોઈ શકતું નથી. ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે.

2. વિન્ડ ચાઇમ- ઘરમાં વિન્ડ ચાઇમ લગાવવાથી સકારાત્મક ઉર્જા રહે છે. તેની સીધી અસર આપણા ભાગ્ય પર પડે છે. વિન્ડ ચાઈમથી ઘરના વાસ્તુ દોષ દૂર થાય છે અને દેવી લક્ષ્મીનો વાસ થાય છે.

3.ચીની સિક્કા- ફેંગશુઈમાં ચાઈનીઝ સિક્કા ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં લાલ રિબનમાં ત્રણ સિક્કા બાંધીને રાખવાથી નકારાત્મકતા દૂર થાય છે. ત્રણ સિક્કા ત્રિભુવનનું પ્રતીક માનવામાં આવે છે. તેને ત્રણ દેવીઓનું પ્રતીક માનવામાં આવે છે.

4. લાફિંગ બુદ્ધાઃ- ઘરમાં લાફિંગ બુદ્ધા પાસે પૈસાનું બંડલ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર લાફિંગ બુદ્ધાની પ્રતિમા અઢી ઈંચથી મોટી ન હોવી જોઈએ. લાફિંગ બુદ્ધાને સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.

Post a Comment

Previous Post Next Post