જો તમે કશું કરવા જતા હોય અને તમારા હાથમાંથી વસ્તુ પડી જાય તો અપશુકન માનવામાં આવે છે. ખાસ કરીને હાથથી જમવાનું પડી જાય કે ગેસ પર રાખેલું દૂધ ઉભરાય જાય તો સામાન્ય રીતે આપણે આ વસ્તુઓને નજરઅંદાજ કરી દેતાં હોઈએ છીએ. વાસ્તુ અને જ્યોતિષમાં આ વસ્તુઓનું ખુબ વિશેષ મહત્વ દર્શવામાં એકયુ છે. તેને હાથમાંથી પડતી વસ્તુઓને શુકન અને અપશુકન સાથે જોડીને જોવામાં આવે છે.
જો તમારા હાથમાંથી કાચની વસ્તુ સરકી જાય અને તૂટે તો તે શુકન માનવામાં આવે છે. જો તમારા હાથમાંથી વાસણ પડી જાય તો તે અપશુકન માનવામાં આવે છે. જો તમારા હાથમાંથી કોઈ મજબૂત વસ્તુ પડતા તૂટી જાય તો તે પણ અપશુકન માનવામાં આવે છે.
એવી જ રીતે દૂધનું ઉભરાવું ભારતમાં કેટલીક સંસ્કૃતિમાં અપશુકન તો કેટલીક સંસ્કૃતિમાં શુકન માનવામાં આવ્યું છે. ગુજરાતીઓ તેને અપશુકન માને છે. હાથથી દૂધ ઢોળાવું એ અપશુકન માનવામાં આવે છે. તે દિવસે કોઈ અપ્રિય ઘટના બને છે તેમ માનવામાં આવે છે. જો તમારા હાથમાંથી મીઠું સરકી જાય અને નીચે પડે તો તે પણ અપશુકન માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર કોઈ સફેદ વસ્તુ ઢોળાવાથી પરિવારમાં ચિંતાનો વિષય બને છે.
મીઠું માત્ર ભારતમાંજ ધાર્મિક મહત્વ ધરાવે છે તેવું નથી. વિદેશોમાં પણ મીઠાના અનેક ટૂચકાઓ અપનાવવામાં આવે છે. મીઠું નજરદોષ દૂર કરે છે. બલ્ગેરિયા, યુક્રેન અને રોમાનિયા જેવા દેશોમાં એને દુર્ભાગ્ય અને વિવાદ દૂર કરવા ઉપયોગમાં લેવામાં આવે છે. ભારતમાં કહેવાય છે કે જો હાથમાંથી મીઠું નીચે પડે તો તેનાથી શુક્ર અને ચંદ્રમા કમજોર થવાનો સંકેત આપે છે. જો તમારાથી સંચળ ઢોળાઈ જાય તો તમારા નજીકના કોઈ વ્યક્તિ સાથેના સંબંધો ખરાબ થાય છે.
જો તમારા હાથે તેલ ઢોળાય તો તેને ભારે અપશુકન માનવામાં આવે છે. તેનાથી દરિદ્રતા ભોગવવી પડે છે અને કરજ લેવું પડે છે તેવી સ્થિતિ જીવનમાં આવે છે, તેમ માનવામાં આવે છે.
પૂજા દરમિયાન દીવો સરખો કરવા જતાં તમારા હાથે ઓલવાઈ જાય તો તેને પણ ખંડિત ગણી અપશુકન માનવામાં આવે છે. તે કોઈ આપત્તિના સંકેત આપે છે. જો પૂજા કરતા તમારા હાથે કોઈ મૂર્તિ પડી જાય તો તે પણ અપશુકન માનવામાં આવે છે. આવા સમયે ઈશ્વરને પ્રાર્થના કરીને દોષ મૂક્તિ માટે વિનવણી કરવાથી દોષના ખરાબ ફળમાં ઘટાડો થાય છે.
હાથમાંથી કંકુ કે સિંદૂર નીચે ઢોળાઈ જાય તો તેને અપશુકન માનવામાં આવે છે. તેને કોઈ નુકસાન થવાના સૂચક તરીકે માનવામાં આવે છે.
હાથથી પાણી ઢોળાઈ જાય તો તેનાથી તમને કોઈ બીમારી આવશે તેમ માનવામાં આવે છે.
જો તમારા હાથમાંથી કુદરતી જ પૈસા નીચે પડી જાય અને તમે તેને જોઈ લો તે તે એક શુકન છે. એનો અર્થ એ છે કે તમને તેનાથી કોઈ સારું થવાનું છે. સાથે જ ધન પ્રાપ્તિનો યોગ બનાવે છે. જો કપડા બદલતી વખતે પણ આવું જાય તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે.