દરરોજ સાંજે માત્ર આ 2 દાણા દૂધ સાથે લેવાથી અનેક બીમારીઓ જીવનભર રહેશે તમારા થી દુર...નથી કોઈ આડઅસર

દરરોજ સાંજે માત્ર આ 2 દાણા દૂધ સાથે લેવાથી અનેક બીમારીઓ જીવનભર રહેશે તમારા થી દુર...નથી કોઈ આડઅસર

શું આપે પહેલા ક્યારેય ગોખરું નું નામ સાંભળ્યું છે? ગોખરું એક દુલર્ભ ઔષધિઓમાંથી એક ઔષધી છે. ગોખરુંનું સેવન કરવાથી આપણા શરીરના કેટલાક રોગોને દુર કરવામાં મદદ મળી શકે છે.

પૃથ્વી પર વેલની જેમ ફેલનારો અને છોડ સ્વરૂપે થતો આ છોડ બે પ્રજાતિમાં જોવા મળે છે. જેમાં નાનું ગોખરું અને મોટું ગોખરું એમ બે પ્રકારના ગોખરું જોવા મળે છે. નાના ગોખ્રુના પાંદડા ચણાના પાંદડા જેવા હોય છે. તેના પર પીળા રંગના ફૂલ આવે છે. મોટા ગોખરૂમાં પાંદડા મોટા હોય છે અને તે ઉપર તરફ ઉઠેલા હોય છે. તેના ફળોને ગોખરું કહેવામાં આવે છે. જે ચાર કાંટા વાળા હોય છે. સુકાવા પર તે ધરતી પર પડી જાય છે. તેના કાંટા સખ્ત થઈ જાય છે અને ખુલ્લા પગે પસાર થનારા લોકોને પગમાં ખુંપી જાય છે.

ગોખરુંનો ઉપયોગ કરવાની રીત:

મોટાભાગની સમસ્યામાં ગોખરુંના ચૂર્ણનો ઉપયોગ થાય છે. આ ચૂર્ણ બનાવવા માટે સુકાયેલા ગોખરૂના બીજ લાવીને તેને ઘરે તડકામાં સુકાવા દેવા. થોડા સુકાઈ ગયા હોય તો તે ભેજ વિહીન બની જાય છે, ત્યારે તેને કોઈ ખાંડી શકાય તેવા પથ્થર કે ઓજાર વડે ખાંડી તેનું તેનો પાવડર બનાવી ભૂકો કરી લેવો. આ ભૂકાને યોગ્ય ચારણી વડે છાળી લઈને તેને ભેજ વગરના કાચના વાસણમાં મૂકી સાચવી લેવા અને જયારે જરૂર જણાય ત્યારે તેને ઉપયોગમાં લઈ શકાય છે.

ગોખરૂ ખુબ જ ઉપયોગી હોવાથી સીરપ, ચૂર્ણ, પાવડર, ટેબ્લેટ, ગોળી સ્વરૂપે ઉપલબ્ધ મળે છે. ગોખરૂ શક્તિવર્ધક, શીતળ, મધૂર, મૂત્રશોધક અને વીર્ય વર્ધક હોય છે. ગોખરુંના ખુબ જ ઉપયોગી ભાગ તેના ફળ છે. તો ચાલો જાણીએ ગોખરૂના ફાયદાઓ વિશે...

ગોખરું ડાયાબીટીસ માટે પણ ફાયદાકારક :

ગોખરુંનું રોજ નિયમિતપણે સેવન કરવાથી બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખી શકાય છે. એનાથી ડાયાબીટીસ માં રાહત થાય છે અને સ્વસ્થ જિંદગી જીવી શકાય છે. ડાયાબીટીસના દર્દીઓને ખાવાપીવાથી લઈને જીવન શૈલી પર ખાસ ધ્યાન રાખવું પડે છે. આવામાં ગોખરુંનું સેવન કરીને ડાયાબીટીસને નિયંત્રિત કરી શકાય છે.

શરદી- ઉધરસ અને કફ:

ઠંડીની ઋતુમાં ગોખરૂના સેવનથી ઘણી બીમારીઓથી છુટકારો મેળવી શકાય છે. જે કફને પણ દુર કરે છે. ગોખરુ સેવન કરવાથી કફ નીકળી જાય છે અને શરદીના પણ દૂર કરે છે જેના પરિણામે શરદી અને ઉધરસ મટે છે. ફેફસા સ્વચ્છ રહેવાથી આ બીમારી મટે છે.

શારીરિક કમજોરી:

ગોખરું પુરુષોમાં પ્રજનન અંગોમાં મજબૂતી લાવે છે. વાંઝપણ દૂર કરે છે. શુક્રકોષની ગુણવત્તા (પાવર) વધારે છે. તે પ્રજનન સમસ્યા માટે ખુબ જ ઉપયોગી છે, જે લોકોને શારીરિક કમજોરી અનુભવાઈ તેવા લોકોએ ગોખરૂનું સેવન કરવું જોઈએ. આ માટે તમે ચણા, ગોખરૂનો રસ કે ચૂર્ણ અને મીશ્રણ કરીને બરાબર માત્રામાં લઈને મિશ્રણ બનાવી શકાય છે. ચણાને એક દિવસ ગોખરુના રસમાં ભેળવી દેવું. જયારે ચણા રસથી ભરાઈ જાય ત્યારે તેને છાયડે સસુકાવી લેવા. સુકાઈ ગયા બાદ તેનું ચૂર્ણ બનાવીને 1 ચમચી ચૂર્ણ દૂધ સાથે સવારે અને સાંજે લેવાથી સંભોગ સંબંધી સમસ્યાઓ ઠીક થઈ જાય છે.

કીડની:

ગોખરૂ કીડનીની બીમારીના માટે ખુબ જ લાભકારી માનવામાં આવે છે. આયુર્વેદ તેને કીડનીના માટે સફળ ઔષધી માનવામાં આવે છે. ગોખરુનો ઉકાળો કીડની માટે રામબાણ ઔષધી છે. આ કિડનીના ઇલાજમાં તેના મૂળ અને બીજનો ઉપયોગ કરવામાં આવે છે. ગોખરૂના બીજ પાણીમાં ઉકાળીને ગાળીને સવારે ખાલી પેટ એક કપ પીવાથી તેમજ રાત્રે સુતા પહેલા એક કપ પાણીમાં પીવાથી ખુબ સારા લાભ થાય છે અને કિડનીની તકલીફ મટે છે. આ પીધા બાદ એક કલાક સુધી કછુ ખાવું નહિ.

સાંધાનો સોજો:

ગોખરૂમાં સાંધાનો દુખાવો અને દર્દ તેમજ સોજાને ઓછો કરનારા ગુણ હોય છે. જેના કારણે તે સોજા થનારું દર્દ અને સોજાથી રાહત અપાવે છે. જે માંસ પેશીઓ જકડાઈ ગઈ હોય તો તેને પણ ઠીક કરે છે.

વા ની બીમારી:

ગોખરું સાંધાનો દુખાવો અને સોજાને ઓછો કરવા માટે ઉપયોગી છે. તે ગતિશીલતામાં સુધારો કરે છે, ગોખરૂનો ઉપયોગ વા ના રોગમાં ઉપયોગી છે. ખાસ કરીને તે ગાંઠોના વામાં ઉપયોગી છે. આ એક સરળ ઈલાજ છે. ગોખરૂમાં માંશપેશીઓને આરામ આપનારા ગુણ હોય છે. તેનો ઉપયોગ સાંધાના દર્દ અને માંસપેશીના દર્દને ઓછું કરવા માટે કરવામાં આવે છે. સાથે તે સોજાને પણ મટાડે છે.

પથરી:

કીડનીની બીમારી એક સામાન્ય અને ઘણા લોકોમાં અવારનવાર જોવા મળતી બીમારી છે. ગોખરૂમાં પથરીનો નાશ કરવાના અને તેના ઇલાજ કરવાના ગુણ હોય છે. આ છોડને આયુર્વેદમાં રીટેન્શન, તાવ અને કીડનીની પથરીમાં ઉપયોગ કરવામાં આવે છે.

હ્રદય બીમારી:

ગોખરૂનું સેવન હ્રદયથી જોડાયેલી બીમારીઓ દૂર કરવામાં મદદગાર થાય છે. તે લોહી માં કોલેસ્ટ્રોલ, લોહીમાં સુગર અને બીપીની સમસ્યાને દૂર કરે છે. તે વ્યક્તિને નિયમિત સેવન કરવાથી હ્રદય રોગનું જોખમ પણ ઘટે છે.

દમ અમે અસ્થમા:

દમના રોગમાં ગોખરૂના ફળનો ગર્ભ 2 ગ્રામ ચૂર્ણ, 2 થી 3 સુકા અંજીર સાથે દિવસમાં સવાર, બપોર અને સાંજે એક અઠવાડિયા સુધી સેવન કરવાથી સામાન્ય દમનો રોગ મટી જાય છે. આ ગરમ સ્વભાવની તાસીર ને લીધે તે કફને દુર કરવામાં ઉપયોગી છે.

પાચન શક્તિ:

પાચનશક્તિમાં ગોખરૂના 100 ગ્રામ ઉકાળામાં પીપળનું 5 ગ્રામ ચૂર્ણનો મિક્સ કરીને પીવાથી પાચન શક્તિ મજબુત થાય છે. સાથે પેટની તમામ પ્રકારની બીમારીઓમાં પણ તે લાભદાયક થાય છે. આ રીતે કબજિયાત, ઝાડા, આફરો વગેરે બીમારીમાં પણ ઉપયોગી છે.

ગર્ભાશય સમસ્યા:

કોઈ કારણસર ગર્ભાશયમાં દુખાવો થઇ રહ્યો હોય તેવી સ્ત્રીઓ માટે ગોખરૂ શ્રેષ્ઠ ઉપચાર છે. 5 ગ્રામ ગોખરૂના ફળ અને 5 ગ્રામ કાળી કિશમિશ અને 2 ગ્રામ જેઠીમધ આ ત્રણેય ઔષધિઓ લઈંને તેને વાટીને સાંજે સેવન કરવાથી ગર્ભાશયમાં દુખાવામાં રાહત થાય છે.

ગર્ભધારણ:

ગોખરું એક ઉત્તેજક ઔષધી તરીકે કામ કરે છે જેના લીધે સંભોગ ઈચ્છા વધે છે. જેના લીધે વીર્યની માત્રા પણ વધે છે અને તેની ગુણવતામાં પણ સુધારો થાય છે. આ જડીબુટ્ટી તરીકે યૌન અંગમાં પણ લોહીના પ્રવાહનો સંચાલિત કરે છે. જેનાથી શરીરમાં હોર્મોન્સમાં પણ વધારો થાય છે અને હોર્મોન્સ નિર્માણ કરતા અંગોને પણ સક્રિય કરે છે. આ સ્ત્રીઓ અને પુરુષો બંનેમાં સરખી રીતે લાભ આઈ છે જેના લીધે ગર્ભ રહેવાની શક્યતાઓ ખુબ જ વધી જાય છે.

તાવ:

ગોખરુનું સેવન તાવની બીમારીમાં ખુબ જ ફાયદાકારક છે. 15 ગ્રામ ગોખરુનું પંચાંગને 250 મિલી પાણીમાં ગરમ કરીને તેનો ઉકાળો બનાવીને દિવસમાં ચાર વખત પીવાથી તાવથી રાહત મળે છે. આ સિવાય તેના 2 ગ્રામ ચૂર્ણનું નિયમિત સેવન કરવાથી તાવ જલ્દીથી મટી જાય છે.

ગોખરું શારીરિક સંબંધોની તમામ બીમારીઓ માટે ઉપયોગી છે. ગોખરૂના સેવનથી આ ઉપરોક્ત રોગોમાંથી કાબુ મેળવી શકાય છે. જે આયુર્વેદિક ઔષધી હોવાથી ખુબ જ પ્રભાવશાળી રીતે રોગોમાં ઉપયોગી થાય છે. આશા રાખીએ કે આ ગોખરૂના આ ઔષધીય ગુણો વિશેની આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

નોંધ:

આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. જો તમે કોઈ પણ પ્રકારની બીમારીથી પીડિત છો, તો અમલ કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ લો.

Post a Comment

Previous Post Next Post