મોટા ભાગે એવું માનવામાં આવે છે કે, વૃક્ષો કે છોડ આપણને કોઈ નુકસાન કરતા નથી. પણ એવું નથી. દુનિયામાં એક એવો પણ છોડ છે ઝેરી માનવામાં આવે છે. જેના માત્ર સ્પર્શથી માણસનો જીવ જઈ શકે છે. અથવા કોઈ ગંભીર બીમારી લાગુ પડી શકે છે. આ છોડ પર રીસર્ચ કરતા પહેલા પણ કેટલાક સાવચેતીના પગલાં રાખવા પડે છે.
અત્યાર સુધીમાં બેદરકારીને કારણે ઘણા લોકો આ છોડને કારણે મોતને ભેટ્યા છે. જેના સ્પર્શ માત્રથી વ્યક્તિનું મોત થઈ જાય છે. મંચિનિલ ટ્રીને દુનિયાનું સૌથી ખતરનાક વૃક્ષ માનવામાં આવે છે. જે દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે. જેનું ફળ એટલું ઝેરી હોય છે કે, વ્યક્તિનું મોત થઈ જાય છે. જેને ડેથ એપલથી પણ ઓળખવામાં આવે છે. આ સિવાય રોઝરી પી જે દેખાવમાં ખૂબ સુંદર લાગે છે. પણ જોખમી છે. જીવલેણ છે. જેને તોડવા જતા એનો સ્પર્શ થાય તો પણ વ્યક્તિ મરી જાય છે. ત્રણ માઈક્રોગ્રામનું ઝેર મોત માટે પૂરતું છે. આ ઉપરાંત જાયન્ટ હોગવીડ જે બ્રિટનમાં જોવા મળે છે. જેના સફેદ ફૂલ દેખાવમાં ખૂબ સુંદર છે. પણ જીવલેણ છે. આ ફૂલને કારણ બ્રિટનમાં ઘણા લોકો મોતને ભેટ્યા છે. આંખ સીધા એના સંપર્કમાં આવે તો વ્યક્તિ અંધ બને છે. સરબેરા ઓડોલામ નામનો છોડ સ્યુસાઈડ ટ્રી તરીકે ઓળખાય છે.
જેનો ઉપયોગ એક સમયે લોકો મરવા માટે કરતા હતા. તો કોઈને મારવા માટે કરતા હતા. ખાસ વાત એ છે કે, તે સરળતાથી વૈજ્ઞાનિક પરિક્ષણમાં આવતું નથી. આતંકીઓ આનો ઉપયોગ ઝેર તરીકે કરે છે. બીજાને મારવા માટે. જોકે, આ સિવાય ઘણી વનસ્પતિ પણ એવી છે જેનું સેવન કરવાથી વ્યક્તિ મરી જાય છે. કારણ કે એમાં ઝેરની માત્રા વધારે હોય છે. આ ઉપરાંત એની વાસ પણ જોખમી ગણવામાં આવે છે.