આપણે આપણા ઘરની સજાવટ માટે આપણે નાના-મોટા ફુલ છોડ લગાવીએ છીએ જેના લીધે આપણા ઘરની સજાવટ સારી દેખાય. પરંતુ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એવુ જણાવવામા આવ્યુ છે કે અમુક એવા ચમત્કારીક અને લાભ દાયક ઝાડ હોય છે જેના લીધે તમારા ઘરમા સકારાત્મક ઉર્જા આવી શેક છે.
આજના આ લેખમા અમે તમને જણાવવા જય રહ્યા છીએ કે જો તમારા ઘરમા પણ આ બે ઝાડ લાગેલા હશે તો તમારા ઘરમા અઢળક ધન આવશે અને ઘરમા સુખ શાંતિ બની રહેશે અને આ બે ઝાડ તમે એક સાથે તમારા ઘરમાં લગાવી દેશો તો ઘરમાં પૈસા આવતા કોઈ રોકી નહિ શકે.
વૃક્ષ આપણ ને ઓક્સિજન પૂરો પાડવાનું કામ કરે છે અને ભારતીય શાસ્ત્રોમાં વૃક્ષો ને દેવતા અને ભગવાન નું રૂપ માનવામાં આવે છે. આપણે આપણા ઘરની સજાવટ માટે ઘણા બધા વૃક્ષ લગાવી દેતા હોઈએ છીએ .
આમિર લોકોના ઘરે તમે ઘણા બધા વૃક્ષો જોયા હશે આવા લોકો ના ઘરે આ બે વૃક્ષો પણ હોય છે પરંતુ તેમને ખબર નથી હોતી કે આ વૃક્ષ ના લીધે તેમના પર ભગવાન કુબેર પ્રસન્ન હોય છે. કેટલાક વૃક્ષો એવા હોય છે જેનાથી ઘણા લોકોની કિસ્મત બદલાઈ જતી હોય છે અને તે વૃક્ષ ને ઘરમાં લગાવવાથી ધનની વર્ષા થાય છે. તો આ વૃક્ષની વાત કરીએ તો પહેલું વૃક્ષ છે તુલસીનો છોડ.
જ્યાં તુલસીનો છોડ છે ભગવાન શ્રી વિષ્ણુ નો વાસ હોય છે એટલે કે જે ઘરમાં તુલસીના છોડનું પૂજન થાય છે તે ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ હોય છે અને ક્યારેય પૈસાની તંગી પડતી નથી. અને બીજા વૃક્ષની વાત કરીએ તો તે છે અશ્વગંધાનું. અશ્વગંધાના છોડને ઘરમાં લગાવવાથી ઘરમાં બધા જ પ્રકારના વાસ્તુદોષ નાબૂદ થતા હોય છે કેટલાક લોકો નવું ઘર બનાવે છે તો વાસ્તુશાસ્ત્ર ને ધ્યાનમાં નથી લેતા.
એટલા જ ઘરમા અશ્વગંધાનો છોડ હોય છે તો તે ઘરમા માતા લક્ષ્મીનો પણ વાસ હોય છે અને તે ઘરમા વાસ્તુદોષ પણ દૂર થઈ જાય છે અને એના લીધે જ ઘરમા સુખ અને સમૃદ્ધિ આવે છે અને ઘરમા પાણીની માફક પૈસા આવે છે.