આ રત્ન ધારણ કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ, ધન-સંપત્તિ અને માન-સન્માન વધે છે. બંધ ભાગ્યના તાળા પણ ખુલી જાય છે.

આ રત્ન ધારણ કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ, ધન-સંપત્તિ અને માન-સન્માન વધે છે. બંધ ભાગ્યના તાળા પણ ખુલી જાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપણા જીવનમાં રત્નોનું વિશેષ મહત્વ હોય છે. રત્ન પહેરવાથી વ્યક્તિના બંધ ભાગ્યના તાળાઓ પણ ખુલી જાય છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહ નબળી સ્થિતિમાં હોય તો તેને રાશિ અને ગ્રહ પ્રમાણે રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. જ્યોતિષીઓ અનુસાર, જીવનની તમામ મુશ્કેલીઓ અને પરેશાનીઓ માટે રત્નો સૂચવવામાં આવ્યા છે. રાશિ પ્રમાણે રત્ન ધારણ કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ, ધન-સંપત્તિ અને માન-સન્માન વધે છે.

કુંડળીમાં ગુરુ ગ્રહની સ્થિતિ મજબૂત કરવા માટે, પોખરાજ પહેરવાની સલાહ આપવામાં આવે છે. જો કે મોટાભાગના લોકો પીળા પોખરાજ પહેરે છે, તેમ છતાં પોખરાજના ઘણા પ્રકારો છે. જ્યોતિષના મતે સફેદ પોખરાજ પહેરવાથી માણસના જ્ઞાનમાં વધારો થાય છે. આ સિવાય આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને સંપત્તિમાં વધારો થાય છે.

સફેદ પોખરાજ પહેરવાથી સંતાન પ્રાપ્તિ નો યોગ બને છે. તમને જણાવી દઈએ કે દરેક વ્યક્તિ સફેદ પોખરાજ ના પેહરી શકે. તેથી, આ રત્ન હંમેશા જ્યોતિષીઓની સલાહ પર જ પહેરો. કેટલીક રાશિના લોકોને સફેદ પોખરાજ ધારણ કરવાથી શુભ લાભ મળે છે તો કેટલાક લોકો માટે તે અશુભ માનવામાં આવે છે.

આ રાશિના લોકો સફેદ પોખરાજ પહેરી શકે છેઃ ગુરુ ધન અને મીન રાશિના ગ્રહોનો સ્વામી છે. આવી સ્થિતિમાં ધન અને મીન રાશિના લોકોએ સફેદ પોખરાજ ધારણ કરવું શુભ છે. આ સિવાય મેષ, વૃશ્ચિક અને કર્ક રાશિના લોકો પણ સફેદ પોખરાજ પહેરી શકે છે. તમને જણાવી દઈએ કે સફેદ પોખરાજ શુક્ર ગ્રહનું રત્ન છે. આવી સ્થિતિમાં સફેદ પોખરાજ પહેરવાથી વ્યક્તિની ભૌતિક સુખ-સુવિધાઓ વધે છે.

આ રાશિચક્રને ભૂલીને પણ આ રત્ન ન પહેરવું જોઈએઃ

નિષ્ણાતોના મતે વૃષભ, તુલા, મકર અને કુંભ રાશિના લોકોએ ભૂલથી પણ સફેદ પોખરાજ ન પહેરવો જોઈએ. કારણ કે જો આ રાશિના લોકો આ રત્ન ધારણ કરે છે તો તેમને તેમના જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

Post a Comment

Previous Post Next Post